Earthquake/ ભૂકંપથી ફરી ધણધણ્યું ગુજરાત, સુરત પાસે વહેલી સવારે 3.1 ની તીવ્રતાનો અનુભવાયો આંચકો

સુરતમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકો અનુભવાયો હતો. આજે સવારે 4.35 વાગ્યાની આસપાસ સુરતની ધરા ધ્રુજી ઉઠી હતી.

Top Stories Gujarat Surat
Untitled 34 ભૂકંપથી ફરી ધણધણ્યું ગુજરાત, સુરત પાસે વહેલી સવારે 3.1 ની તીવ્રતાનો અનુભવાયો આંચકો

ગુજરાતની ડાયમંડ સિટી સુરતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિએક્ટર સ્કેલ પર આ ધ્રુજારીની તીવ્રતા 3.1ની માપવામાં આવી છે. જો કે, તેનાથી કોઈ નુકસાન થયાની જાણ નથી. પરંતુ, ઘણા વિસ્તારોમાં ગભરાટ જોવા મળ્યો હતો અને લોકો ઘરોની બહાર આવી ગયા હતા.

જણાવીએ કે, સુરતમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકો અનુભવાયો હતો. આજે સવારે 4.35 વાગ્યાની આસપાસ સુરતની ધરા ધ્રુજી ઉઠી હતી. સુરતથી 29 કિમી દૂર ભૂકંપનું એપી સેન્ટર હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા 25 ફેબ્રુઆરીએ 1.9 ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો.