Cybercrime/ છેતરપિંડીનો નવો કીમિયોઃ લંચ-ડિનર બુકિંગના ટાસ્કના નામે કમિશન આપી રૂપિયા પડાવાયા

સુરત શહેરમાં સાયબર ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના એક વ્યક્તિને રેસ્ટોરન્ટમાં જમવાનું બુક કરવાના ટાસ્કના કમિશન આપવાની વાત કરીને આરોપીઓએ 7,46,365 રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી તેમના એકાઉન્ટમાં રહેલા 6,36,000 રૂપિયા ફ્રીઝ કરાવ્યા હતા.

Top Stories Gujarat Surat
Cyber crime છેતરપિંડીનો નવો કીમિયોઃ લંચ-ડિનર બુકિંગના ટાસ્કના નામે કમિશન આપી રૂપિયા પડાવાયા

સુરત શહેરમાં સાયબર ક્રાઇમની Cybercrime ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના એક વ્યક્તિને રેસ્ટોરન્ટમાં જમવાનું બુક કરવાના ટાસ્કના કમિશન આપવાની વાત કરીને આરોપીઓએ 7,46,365 રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી તેમના એકાઉન્ટમાં રહેલા 6,36,000 રૂપિયા ફ્રીઝ કરાવ્યા હતા. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા બંને ફ્રોડની કર્ણાટક ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.

સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં Cybercrime એક વ્યક્તિ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, 5-06-2023થી 7-06-2023 દરમિયાન તેમણે આરોપી દ્વારા એક લિંક મોકલવામાં આવી હતી. ત્યારબાદ ફરિયાદીએ આ લિંકમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ત્યારબાદ તેમને ટાસ્ક આપવામાં આવ્યો હતો કે રેસ્ટોરન્ટમાં જમવાનું બુક કરાવીને તેમને કમિશન આપવામાં આવશે. જે કે લોભામણી લાલચ આપ્યા બાદ આરોપીએ ફરિયાદીને પહેલો ટાસ્ક પૂરો કર્યા બાદ 1,25,000 એસી રૂપિયાનું કમિશન આપ્યું હતું 1,25,000નું કમિશન આપ્યા બાદ આરોપી દ્વારા ફરિયાદીને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા.

ફરિયાદી વ્યક્તિને આરોપી પર સંપૂર્ણપણે વિશ્વાસ Cybercrime આવી જતા આરોપીઓએ પોતાનો ખેલ શરૂ કર્યો હતો. આરોપી દ્વારા અલગ અલગ ચાર્જના બહાને અને અલગ અલગ લાલચો આપી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ફરિયાદી પાસેથી 7,46, 365 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા અને ત્યારબાદ કમિશન પેટે એક પણ રૂપિયો ફરિયાદીને આરોપીઓ દ્વારા પરત આપવામાં આવ્યો ન હતો. તેથી ફરિયાદીને પોતે છેતરાયા હોવાની જાણ થતા તેમને સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો અને આ બાબતે ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટનાને ગંભીરતાથી લઈ સુરત Cybercrime સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી જ કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેન્સ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ હતી. આ ઘટનામાં સંડોવાયેલા આરોપી પ્રકાશ પૂજારી અને માગુનદપ્પા બડદાળેને કર્ણાટક ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ બંને આરોપીને કર્ણાટકથી અટકાયત કરી સુરત ખાતે લાવવામાં આવ્યા હતા અને હાલ આ બંને આરોપીની પૂછપરછ સાઈબર ક્રાઇમ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ US Shootout/ અમેરિકામાં અટકતું નથી શૂટઆઉટઃ બાલ્ટીમોરની ઘટનામાં બેના મોત તથા 28ને ઇજા

આ પણ વાંચોઃ Dhanera Accident/ બનાસકાંઠાના ધાનેરામાં અકસ્માતમાં ત્રણના મોત અને ત્રણ ઇજાગ્રસ્ત

આ પણ વાંચોઃ DA Hike/ કેન્દ્રીય કર્મચારીઓ માટે આનંદોઃ મોંઘવારી ભથ્થુ વધ્યું

આ પણ વાંચોઃ Pawar-Answer/ પવારનો વળતો જવાબઃ અજિત પવાર સાથે આઠને અયોગ્ય ઠેરવવા ચૂંટણીપંચ સમક્ષ અરજી

આ પણ વાંચોઃ PM Modi-Drone/ પીએમ મોદીના નિવાસ્થાન પર ડ્રોન ઉડતુ હોવાનો ફોન કોલ આવતા હડકંપ