Not Set/ સુરેન્દ્રનગરમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા અને દુબઇથી આવેલા 17 લોકોને કોરોન્ટાઇન કરવામાં આવ્યા

ગ્રામ પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવા માટે ઉમેદવારો અને સમર્થકો બહોળી સંખ્યામાં ઉમટ્યાં હોવાથી સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ તોળાઇ રહ્યું છે

Gujarat
Untitled 14 1 સુરેન્દ્રનગરમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા અને દુબઇથી આવેલા 17 લોકોને કોરોન્ટાઇન કરવામાં આવ્યા

સુરેન્દ્રનગર જીલ્લામાં કેનેડા, ઓસ્ટ્રેલિયા અને દુબઇથી આવેલા 17 લોકોને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમીક્રોનની દહેશત વચ્ચે સુરેન્દ્રનગર જીલ્લાનું આરોગ્ય તંત્ર પણ સાબદું બન્યું છે. સુરેન્દ્રનગર જીલ્લામાં વિદેશથી આવેલા આ 17 જેટલી વ્યક્તિઓને 14 દિવસ માટે હોમ આઇશોલેશનમાં રહેવા તાકીદ કરવામાં આવી છે.

આ અંગેની જાણવા મળેલી વિગત અનુસાર, કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમીક્રોનની સમગ્ર ગુજરાતમાં દહેશત ફેલાઇ છે. જેના પગલે રાજ્યનું આરોગ્ય તંત્ર પણ સાબદું બન્યું છે. સુરેન્દ્રનગર જીલ્લામાં પણ આરોગ્ય તંત્ર દ્વારા વિદેશથી આવતા લોકોના ટેસ્ટિંગ અને સ્ક્રેનીંગ કરવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં સુરેન્દ્રનગર જીલ્લામાં કેનેડા, ઓસ્ટ્રેલિયા અને દુબઇથી આવેલા 17 જેટલા પ્રવાસી નાગરિકોના ટેસ્ટિંગ અને સ્ક્રેનીંગ કરવામાં આવતા તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

જો કે, તકેદારીના ભાગરૂપે આ તમામને 14 દિવસ માટે કોરોન્ટાઇન રહેવાની સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં નવી કોવિડ ગાઇડલાઇનના પાલન માટે વહિવટી તંત્ર, આરોગ્ય તંત્ર અને પોલિસ તંત્ર સાબદું બન્યું છે. જાહેર સ્થળોએ લોકો માસ્ક પહેરી રાખે અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખે તે માટેની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવા માટે ઉમેદવારો અને સમર્થકો બહોળી સંખ્યામાં ઉમટ્યાં હોવાથી સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ તોળાઇ રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વેક્સીનેશનની કામગીરીમાં ઝડપ લાવવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. કોરોનાના શંકાસ્પદ લક્ષણોવાળા લોકોને તાત્કાલિક કોરોના ટેસ્ટિંગ કરાવી લેવા માટે તંત્ર દ્વારા માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે.