@દિવ્યેશ પરમાર
Surat News: સુરતના ઘનશ્યામ નગરમાં આવેલ શેરી નમ્બર 13 માં એકાએક સ્લેબ ધરાશાહી થયો હતો. છજાના ભાગને સ્લેબ નીચે પડતા ત્યાં ઉભી રાખેલી લારીનો ખુરદો બોલી ગયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
સુરતના વરાછા વિસ્તારમાં ઘનશ્યામ નગર સોસાયટીમાં આવેલ શેરી નમ્બર 13 માં સ્લેબ ના છજા નો ભાગ ધરાશાહી થયો હતો. સ્લેબ નીચે પડતા નાસભાગ મચી જવા પામી હતી. જર્જરિત બાંધકામ ના છજાનો ભાગ ધરાશાહી થયો હતો..તે દરમ્યાન નીચે એક હાથ લારી ઉભી હતી..જેમાં સ્લેબ નો તમામ ભાગ લારી પર પડ્યો હતો..જેના કારણે લારી નો.ખુરદો બોલી ગયો હતો. સદનસીબે આ ઘટના બની તે દરમ્યાન આસપાસ કોઈ ના હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
મહત્વનું છે કે સુરત મહાનગર પાલિકા દ્વારા અનેક જગ્યા પરથી જર્જરિત બાંધકામ ઉતારી પાડવા માટે નોટિસો પાઠવવામાં આવે છે. પરંતુ સુરત ના ઘનશ્યામ નગર માં અનેક એવા બાંધકામ છે જે ક્યારે ધરાશાહી થાય તે કહી શકાય તેમ નથી, છતાં પાલિકાના કર્મચારીઓ જોવા સુધ્ધાં પણ આવતા નથી. જો આ દરમ્યાન કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેનું જવાબદાર કોણ તે પણ એક મોટો પ્રશ્ન છે.
આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે
આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, હનુમાનના દર્શન કરી પ્રચાર શરૂ કરશે
આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો