આગ/ બારડોલી પાસે બાલાજી વેફર્સના ગોડાઉનમાં આગ લાગતા 11 ટ્રક બળીને ખાખ,કોઇ જાનહાનિ નહીં

શહેરના બારડોલી ધુલીયા ચોકડી નજીક ભીષણ આગ લાગી હતી. બુધવારે મોડી રાતે બાલાજી વેફર્સના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જેનાથી ગોડાઉનમાં પાર્ક કરેલા 11 જેટલા ટ્રક  આગમાં બળીને ખાખ થયા છે

Top Stories Gujarat
26 1 બારડોલી પાસે બાલાજી વેફર્સના ગોડાઉનમાં આગ લાગતા 11 ટ્રક બળીને ખાખ,કોઇ જાનહાનિ નહીં
  • બાલાજી વેફર્સના ગોડાઉનમાં આગ
  • બારડોલીના ધુલીયા ચોકડી નજીક લાગી આગ
  • ફાયરની 3 ટીમ ઘટનાસ્થળે

શહેરના બારડોલી ધુલીયા ચોકડી નજીક ભીષણ આગ લાગી હતી. બુધવારે મોડી રાતે બાલાજી વેફર્સના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જેનાથી ગોડાઉનમાં પાર્ક કરેલા 11 જેટલા ટ્રક  આગમાં બળીને ખાખ થયા છે. આ સાથે ગોડાઉન અને ટેમ્પામાં વિવિધ નમકીન અને વેફર્સ ભરેલાં હતા જે પણ બળીને ખાખ થઇ ગયા છે. જોકે, સદનસીબે આ આગને કારણે અત્યાર સુધીમાં કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. આગની જાણ થતા બારડોલી પોલીસ સહિત ફાયરની ટીમો તાત્કાલિત પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો છે.

ઉલ્લેખનીય છે બાલાજી વેફર્સમાં ભીષણ આગ લાગતા અફરાતફકીનો માગોલ સર્જાયો હતો,ભીષણ આગના લીધે 11 ટ્રક બળીને ખાખ થઇ ગયા હતા. આઘની જાણ ફાયર વિભાગને મળતા 3 ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી ભારે જેહમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.ગોડાઉનમાં આગના સમાચાર મળતા આજુબાજુના લોકોનો ટોળેટોળા જોવા મળ્યા હતા જેના લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી.પ્રાથમિક તારણ મુજબ આગ લાગવાનું કારણ શોર્ટ શર્કિટ  માનવામાં આવી રહ્યું છે, કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી . આગ લાગવાથી કરોડોનો નુકશાન થયો છે.