વડનગર/ દૂધસાગર ડેરીના ટેન્કરમાંથી દૂધ ચોરીનું રેકેટ ઝડપાયું, દૂધ કાઢી ટેન્કરમાં ભરતું હતું પાણી  

વડનગર રૂટ ના ટેન્કર ચાલક દ્વારા ટેન્કરમાંથી દૂધ કાઢી લઈ તેટલું પાણી ટેન્કરમાં ભરી દેવામાં આવતું હતું.અને ત્યારબાદ આ દૂધ 30 રૂપિયા લીટર ના ભાવે સુંઢીયા ગામની જય ગોગા નામની ખાનગી ડેરીમાં વેચી દેવામાં આવતું હતું.

Gujarat Others
Untitled 87 દૂધસાગર ડેરીના ટેન્કરમાંથી દૂધ ચોરીનું રેકેટ ઝડપાયું, દૂધ કાઢી ટેન્કરમાં ભરતું હતું પાણી  

દૂધસાગર ડેરીના ટેન્કરમાંથી દૂધ બારોબાર કાઢી ખાનગી ડેરીમાં સસ્તા ભાવે વેચી દેવાનું કૌભાંડ પકડાયું છે.વડનગર રૂટ ના ટેન્કર ચાલક દ્વારા ટેન્કરમાંથી દૂધ કાઢી લઈ તેટલું પાણી ટેન્કરમાં ભરી દેવામાં આવતું હતું.અને ત્યારબાદ આ દૂધ 30 રૂપિયા લીટર ના ભાવે સુંઢીયા ગામની જય ગોગા નામની ખાનગી ડેરીમાં વેચી દેવામાં આવતું હતું. વડનગર પોલીસ એ બાતમી આધારે દૂધ ની ચોરી ને રંગે હાથે ઝડપી લઈ ટેન્કર ચાલક સહિત ખાનગી ડેરીના સંચાલક સામે ગુનો નોંધ્યો છે.મહત્વપૂર્ણ છે કે છેલ્લા એક માસ થી આ રીતે હજારો લીટર દૂધ કાઢી લઈ તેમાં પાણી મિક્સ કરી દેવામાં આવતું હતું

વડનગરમા એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. રાત્રી દરમિયાન પોલીસ પેટ્રોલીગ પર હતી. ત્યારે વાહન ચેકિંગ દરમિયાન એક ગાડીમાંથી દુધના ત્રણ બેરલ ભરેલા મળતા પોલીસે પૂછપરછ કરી અને દૂધની ચોરીનો બનાવ સામે આવ્યો. ગાડીમાં સવાર ઈસમોએ છેલ્લા એક મહિનાથી દૂધ સાગર ડેરીને ચુનો લગાવી મોંઘા ભાવનું દૂધ સસ્તામાં વેચી દેતા હતા.પોલીસે દૂધ ભરેલ ગાડી અને ઠાકોર કલ્પેશજી વીરસંગજી, ઠાકોર જીગ્નેશજી વિરમજી,ઠાકોર પિન્ટુજી હીરાજીને પકડી લીધા હતા.

ઝડપાયેલા ત્રણ ઈસમો પાસે પોલીસે દૂધ અંગે ઊંડાણ પૂર્વક તપાસ અને પૂછપરછ કરતા ઝડપાયેલા ઈસમોએ પોલીસ સમક્ષ કબુલાત કરી કે, છેલ્લા એક મહિનાથી દૂધસાગર ડેરીમાંથી આવતા ટેન્કર વડનગર તાલુકાના ગામોમાં ડેરીમાંથી દૂધ ભરતું હતું જેમાં ટેન્કરનો ડ્રાઇવર ઝાલા અમીર સિંહએ આરોપીઓને શાહપુર વડ ગામેથી ઉણાદ ગામે જતા રોડ પર રાત્રે બે વાગ્યે મળી ટેન્કરમાંથી 50-50 લિટરના ત્રણ બેરલ ભરી દૂધ ચોરી કર્યું હતું.સમગ્ર કેસમાં ઝડપાયેલા તસ્કરોએ પોલીસ સમક્ષ કબુલાત કરી કે ટેન્કર ચાલક પાસેથી તેઓ 150 લીટર દૂધ 3500 રૂપિયે લીધું હતું. આ દૂધ ઝડપાયેલા ઈસમો સુઢીયા ગામમાં આવેલા જય ગોગા પ્રાઇવેટ ડેરી ચલાવતા પટેલ વિક્રમભાઈને 30 રૂપિયે એક લીટર દૂધ વેચી મારતા હોવાની કબૂલાત કરી હતી.

સમગ્ર કેસમાં દૂધસાગર ડેરીનું દૂધ ટેન્કર ચાલક ઝાલા અમરસિંહ પોતાના આર્થિક ફાયદા માટે દૂધ સાગર ડેરીનું દૂધ ખોટી રીતે અન્ય ત્રણ ઇસમોને સસ્તા ભાવે વેચી મારતો હોવાનું સામે આવ્યું છે.દૂધ ચોરીને ટેન્કર ચાલક તેટલું ટેન્કરમાં પાણી નાખી દેતો હતો. ઝડપાયેલા ત્રણ ઈસમો આજ દૂધ ઉંચા ભાવે સુઢીયા ગામના વિક્રમ પટેલને ડેરીમાં વેચી મારતા હોવાની વિગતો સામે આવતા પોલીસે કુલ પાંચ ઈસમો સામે વડનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.આમ,રૂપિયા ના લાલચુઓ જ્યાં ફરજ બજાવે છે ત્યાં જ દૂધસાગર ડેરી ના દૂધ ની ચોરી કરી બારોબાર દૂધ વેચી મારી ડેરી ને નુકશાન પહોંચાડી રહ્યા છે.

આ પણ વાંચો:જાણો, ભાજપના નેતા પાસે ખંડણી માંગવાનો કારસો કોણે અને કેવી રીતે રચ્યો હતો..તમે જાણવા માંગો છો તે તમામ વિગતો…

આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ

આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!

આ પણ વાંચો:RTOમાં RC બુકનો ખડકલો, 10,000 કરતા વધુ વાહન માલિકો નથી લેવા આવતા આ અગત્યનું ડોક્યુમેન્ટ