Not Set/ રાજકોટમાં યુવાધન નશાના રવાડે, આયુર્વેદિક બિયરનું કલ્ચર શરૂ, આ વિસ્તારોમાં પાનના ગલ્લા ઉપર ખુલ્લેઆમ વેચાણ

હોળી અને ધુળેટીના રંગ અને ઉલ્લાસના પર્વ પર આ વખતે રાજ્યમાં સરકારે ઉજવણી પર પ્રતિબંધ જાહેર કર્યો છે, એક તરફ દેશભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કોરોનાને કાબુમાં લેવા માટે દિવસ-રાત એક

Gujarat
saki1 રાજકોટમાં યુવાધન નશાના રવાડે, આયુર્વેદિક બિયરનું કલ્ચર શરૂ, આ વિસ્તારોમાં પાનના ગલ્લા ઉપર ખુલ્લેઆમ વેચાણ

ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ@રાજકોટ

હોળી અને ધુળેટીના રંગ અને ઉલ્લાસના પર્વ પર આ વખતે રાજ્યમાં સરકારે ઉજવણી પર પ્રતિબંધ જાહેર કર્યો છે, એક તરફ દેશભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કોરોનાને કાબુમાં લેવા માટે દિવસ-રાત એક કરી રહી છે.હોળી અને ધૂળેટીના તહેવારને ગણતરીના કલાકો બાકી છે, મોટાભાગે આ તહેવારો પર સામાન્ય રીતે ભાંગ પીવાનું ચલણ જોવા મળતું હોય છે. પરંતુ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે અને સાથે સાથે મુખ્યમંત્રી રૂપાણીએ મહિલાઓની સલામતીની ધ્યાનમાં લઈને દારૂબંધીના કાયદામાં કોઇ પણ બાંધછોડ કરવામાં નહિ આવે તેવું સ્પષ્ટ રીતે જણાવી દીધું હતું. તેની વચ્ચે રાજકોટમાં યુવાનધને નશો કરવા માટે નવું સાધન હાથવગુ કરી લીધું છે.

saki3 રાજકોટમાં યુવાધન નશાના રવાડે, આયુર્વેદિક બિયરનું કલ્ચર શરૂ, આ વિસ્તારોમાં પાનના ગલ્લા ઉપર ખુલ્લેઆમ વેચાણ

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટના ધનિક નબીરાઓમાં આયુર્વેદિક બિયરનું કલ્ચર શરૂ થયું છે. આ આયુર્વેદિક બીયર જડીબુટ્ટીમાંથી બનાવવામાં આવે છે. જેનું વેચાણ પોલીસના નાક નીચે રાજકોટના પૂર્વ વિસ્તારમાં પાનના ગલ્લા ઉપર ખુલ્લેઆમ થઈ રહ્યું છે.  જડીબુટ્ટીનાના મિશ્રણથી બનાવવામાં આવેલા આ બીયર પીવાથી નશાખોરોને નશાની અનુભૂતિ થાય છે. નશામાં ચકચૂર બનેલા યુવાનો બીયર સાથે સિગરેટ પી અને નશાનો અહેસાસ કરે છે.

saki2 રાજકોટમાં યુવાધન નશાના રવાડે, આયુર્વેદિક બિયરનું કલ્ચર શરૂ, આ વિસ્તારોમાં પાનના ગલ્લા ઉપર ખુલ્લેઆમ વેચાણ

ગુજરાતમાં વ્યસનમુક્તિ બાબતે ખાસ સાવધાની રાખવામાં આવે છે તે મુખ્યમંત્રી રૂપાણીના શહેર રાજકોટમાં ખાસ કરીને આયુપુષ્પ અને સુનિદ્રા નામના આયુર્વેદિક બિયરનું સેવન વધ્યું છે. પોલીસ આયુર્વેદિક બિયરના વેપારથી શું અજાણ છે ? કે પછી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે ? રાજકોટની જનતામાં આ બાબતે પ્રશ્નાર્થ સર્જાયો છે. મોટો સવાલ તો એ છે કે રાજકોટના પૂર્વ વિસ્તારમાં આવેલા પાનના ગલ્લાઓ માં આયુર્વેદિક બિયરનું વેચાણ ખુલ્લેઆમ થઈ શકે છે ત્યારે શું આ પ્રકારના આયુર્વેદિક જડીબુટ્ટી ના પીણા પાંજરાઓમાં ખુલ્લેઆમ વેચાય શકે ? તેને કાયદાની કોઇ મર્યાદા નથી નડતી કે શું ?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…