Not Set/ RTOના મેગા ચેકિંગ : બસની કેપેસિટી હતી 30ની અને ભર્યા હતા 80 પેસેન્જર..!

ખેડા, ખેડાના રાધવાણાજ ટોલ પ્લાઝા પાસે બસમાં વધારે પડતા પેસેન્જરો સવાર હોવાથી બે લકઝરી બસને ડિટેઇન કરવામાં આવી હતી. ચોંકાવનારી વાત તો એ છે કે આ બંને બસમાં 30 પેસેન્જરની કેપેસીટી છે. બસમાં માત્ર 30 પેસેન્જરની કેપેસિટી સામે બસના ચાલક દ્વારા બસમાં 80 પેસેન્જરોને ભરવામાં આવ્યા હતા. આથી આરટીઓ દ્વારા બસને ડિટેઇન કરવામાં આવી હતી. […]

Gujarat Videos
mantavya 84 RTOના મેગા ચેકિંગ : બસની કેપેસિટી હતી 30ની અને ભર્યા હતા 80 પેસેન્જર..!

ખેડા,

ખેડાના રાધવાણાજ ટોલ પ્લાઝા પાસે બસમાં વધારે પડતા પેસેન્જરો સવાર હોવાથી બે લકઝરી બસને ડિટેઇન કરવામાં આવી હતી. ચોંકાવનારી વાત તો એ છે કે આ બંને બસમાં 30 પેસેન્જરની કેપેસીટી છે.

બસમાં માત્ર 30 પેસેન્જરની કેપેસિટી સામે બસના ચાલક દ્વારા બસમાં 80 પેસેન્જરોને ભરવામાં આવ્યા હતા. આથી આરટીઓ દ્વારા બસને ડિટેઇન કરવામાં આવી હતી. RTO દ્વારા હાથ ધરવામાં આવેલા આ મેગા ચેકિંગ દરમિયાન આ બંને લકઝરી બસ ઝડપાઇ હતી. જેના અંતર્ગત આરટીઓ દ્વારા શ્રી ચામુંડા ટ્રાવેલ્સ દાહોદની લકઝરી બસને ડિટેઇન કરવામાં આવી હતી, જયારે મોગલ ધામ ટ્રાવેલ્સ તારાપુરની લકઝરી બસનું બસ માલિકો દ્વારા રજિસ્ટ્રેશન પણ કરાવવામાં આવ્યું નહોતુ. જેના કારણે આરટીઓ દ્વારા આ બંને બસોને ડીટેઈન કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.