Not Set/ શું અલ્પેશ ઠાકોરની સેલ્ફી ભાજપ એન્ટ્રીનો ગેટ પાસ છે???

અલ્પેશ ઠાકોર દ્રારા પોસ્ટ કરવામાં આવેલી સેલ્ફી એ ગુજરાતનાં  ઉનાળાની સવારનાં ઠંડ ભર્યા વાતાવરણમાં અચાનક જ રાજકીય ગરમાવો લાવી દીધો છે. એક તરફ કોંગ્રેસનું ડેલિગેશન અલ્પેશ ઠાકોરના સભ્ય પદને રદ્દ કરાવવાની વિટંબના વેઠી રહ્યુ છે. અને આ મામલે વિધાનસભાનાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળવાનું છે.તો બીજી તરફ અલ્પેશ ભાજપમાં જોડાશે તેવી અટકળો પણ તેજ બની છે. […]

Top Stories Gujarat Politics Videos
WhatsApp Image 2019 05 08 at 9.28.42 AM શું અલ્પેશ ઠાકોરની સેલ્ફી ભાજપ એન્ટ્રીનો ગેટ પાસ છે???

અલ્પેશ ઠાકોર દ્રારા પોસ્ટ કરવામાં આવેલી સેલ્ફી એ ગુજરાતનાં  ઉનાળાની સવારનાં ઠંડ ભર્યા વાતાવરણમાં અચાનક જ રાજકીય ગરમાવો લાવી દીધો છે. એક તરફ કોંગ્રેસનું ડેલિગેશન અલ્પેશ ઠાકોરના સભ્ય પદને રદ્દ કરાવવાની વિટંબના વેઠી રહ્યુ છે. અને આ મામલે વિધાનસભાનાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળવાનું છે.તો બીજી તરફ અલ્પેશ ભાજપમાં જોડાશે તેવી અટકળો પણ તેજ બની છે.

WhatsApp Image 2019 05 08 at 9.27.48 AM શું અલ્પેશ ઠાકોરની સેલ્ફી ભાજપ એન્ટ્રીનો ગેટ પાસ છે???

ગુજરાતનાં રાજકારણમાં ચીંગારી સમી આ વાતને હવા ત્યારે મળી જ્યારે અલ્પેશ ઠાકોર અને ગુજરાત ભાજપનાં મોવળી મંડળનાં દિગ્ગજ નેતાઓ મળ્યા હતા. અલ્પેશ ઠાકોરનાં ઘરે કોઇ સામજીક પ્રસંગે નિમીતે આપવામાં આવેલી આમંત્રણને માન આપી ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આમતો જ્યારથી અલ્પેશ ઠાકોર દ્રારા કોંગ્રેસનો હાથ છોડવામાં આવ્યો ત્યારથી જ સૌ કોઈને અલ્પેશ ભાજપમાં ક્યારે જોડાશે તેની રાહ છે. કારણ ઘણા છે પંરતુ મુખ્યત્વે જોવામાં આવે તો ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ બે જ રાજકીય પ્રવાહની મુખ્યધારા છે અને અલ્પેશ જેવા યુવા અને મહત્વકાંક્ષી નેતા કોંગ્રેસમાંથી રાજીનામું આપેતો અવેલેબલ ઓપશન ભાજપ રહે છે. પરંતુ હાલ સુધી અલ્પેશ ઠાકોર દ્રારા મગનું નામ મરી પાડવામાં આવ્યું નથી તેના કારણો પણ અનેક હોઇ શકે છે. ચાલી રહેલ ચૂંટણી અને આદર્શ આચાર સંહિતા, અલ્પેશનાં ધારાસભ્ય પદ પર સંવૈધાનીક ખતરો કે પૂર્વમાં અલ્પેશ ઠાકોર દ્રારા હિન્દીભાષીઓ વિશે બોલવામાં આવેલા કડવા બોલ. આપને યાદ આપાવી દઇએ કે ચૂટંણી મતદાન હજુ બાકી છે અને જ્યાં મતદાન બાકી છે તે વિસ્તારો હિન્દી બેલ્ટ તરીકે જાણીતો છે.

અલ્પેશ ઠાકોરે આમતો બધી જ વહેતી વાતોને અટકળો જણાવી, હાલ ભાજપ સાથે જોડાવવાની વાતને રદીયો આપ્યો છે અને કહ્યું કે ઘરે એક સામાજીક પ્રસંગ હોવાથી તમામ આમંત્રીતો પૂજામાં ભાગ લેવા અને આશિર્વાદ આપવા આવ્યા હતા. તો અત્રે તે પણ પ્રશ્ન ઉભો છે કે આમંત્રીતોમાં ફક્ત ભાજપનાં નેતા જ કેમ ??? શું કોંગ્રેસનાં નેતા સાથે અલ્પેશને હવે સામાજીક સંબઘો પણ નથી રહ્યા.