ઇસ્કોન બ્રિજ અકસ્માત/ તથ્ય પટેલે કારની સ્પીડ અંગે કર્યો મોટો ખુલાસો, જાણો કેટલી ઝડપે દોડી રહી હતી જેગુઆર

વીડિયોમાં તથ્ય પટેલ લોહીલુહાણ હાલતમાં જોવા મળી રહ્યો છે અને તેની પાછળ પોલીસની જીપ દેખાઈ રહી છે. જોકે એક વ્યક્તિ તેને પૂછે છે, ‘સાચું બોલ સ્પીડમાં હતી કે નહીં. તેના જવાબમાં તથ્ય કહે છે, હા…..

Top Stories Ahmedabad Gujarat
Untitled 23 1 તથ્ય પટેલે કારની સ્પીડ અંગે કર્યો મોટો ખુલાસો, જાણો કેટલી ઝડપે દોડી રહી હતી જેગુઆર

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત ગુરુવારે મોડી રાત્રે ‘પૂરપાટ ઝડપે’ દોડતી જેગુઆર કાર ફરી વળતાં 10 લોકોનાં કરુણ મૃત્યુ નીપજ્યાં છે.આ કેસમાં 6 લોકોની અટકાયત કરવામાં આવી હતી. તથ્ય પટેલની કારની ગતિ 160 કિલોમીટર પ્રતિ કલાકની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ત્યારે હવે તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં અકસ્માત બાદ તે સ્વીકારી રહ્યો છે કે તેની કાર કેટલી ગતિથી જઈ રહી હતી. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસની જીપ પાસે પોતાનો ગુનો કબુલ કરતો જોવા મળ્યો છે.

વીડિયોમાં તથ્ય પટેલ લોહીલુહાણ હાલતમાં જોવા મળી રહ્યો છે અને તેની પાછળ પોલીસની જીપ દેખાઈ રહી છે. જોકે એક વ્યક્તિ તેને પૂછે છે, ‘સાચું બોલ સ્પીડમાં હતી કે નહીં. તેના જવાબમાં તથ્ય કહે છે, હા 120ની સ્પીડમાં હતી. મને સાચેમાં નહોતી ખબર, નહીં તો હું બ્રેક ના મારું.’ અકસ્માતની ઘટના બાદથી જ તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેમનો પુત્ર ક્યારેય સ્પીડમાં વાહન ચલાવતો નથી. કાર સ્પીડમાં ન હોવાનો તેમણે દાવો કર્યો હતો, જોકે ખુદ તથ્ય પટેલ વીડિયોમાં પોતે 120ની સ્પીડમાં કાર ચલાવતો હોવાનું સ્વીકારી રહ્યો છે.

તો બીજી તરફ તથ્ય પટેલ પોલીસ સ્ટેશનમાં આરામથી જમ્યો હોવાના દૃશ્યો સામે આવી રહ્યા હતા. સામાન્ય રીતે કોઈ ગુસ્સાથી કંઈ બોલી ગયા હોય કે, કોઈને માર માર્યો હોય તો આપણને જમવાનું પણ ન ભાવે. પરંતુ તથ્ય પટેલ અને તેના આરોપી પિતા પ્રગ્નેશ પટેલે જેલમાં આરામથી ભોજન લેતા નજરે પડે છે.આ સાથે જ આજે તથ્ય પટેલ અને તેના આરોપી પિતા પ્રગ્નેશ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ઇસ્કોન બ્રિજ અકસ્માતની ઘટનામાં તપાસ માટે રચવામાં આવેલી સમિતીમાં ટ્રાફિક DCP નીતા દેસાઈ, ટ્રાફિક ACP એસ.જે મોદીનો સમાવેશ થાય છે. આ સાથે SG-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI અપૂર્વ પટેલ, SG-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI વી.બી દેસાઈ, A ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI પી.બી ઝાલા, N ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI કે.પી સાગઠિયા અને M ટ્રાફિક પોલીસ સ્ટેશનના એચ.જી કટારિયાનો સમિતીમાં સમાવેશ કરાયો છે.

19 જુલાઈના રોજ મોડી રાત્રે એસજી હાઈવે પર ઇસ્કોન બ્રિજ પાસે ડમ્પર અને કારનો અકસ્માત જોવા અને બચાવ માટે લોકો ઉભા રહ્યાં હતા. એ સમયે તથ્ય પટેલ નામનો નબીરો વૈભવી કાર જગુઆર લઇને આવ્યો હતો અને પૂરપાટ ઝડપે આવતી કાર એકઠા થયેલા લોકો પર ફરી વળી હતી. જેમાં 10 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે 20 જેટલા લોકો ઘાયલ થયા હતા. અકસ્માત સમયે ઇસ્કોન બ્રિજ ચિચયારીઓથી ગુંજી ઉઠ્યો હતો.

આ પણ વાંચો:ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે પોલીસે આરોપી તથ્ય પટેલ સાથે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન!,પિતા-પુત્રએ ઉઠકબેઠક પણ કરી

આ પણ વાંચો:ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપીઓની ધોળા દિવસ સરખેજ પોલીસ ઊંઘ ઉડાવશે

આ પણ વાંચો:ઇસ્કોન બ્રિજ અકસ્માત પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન, આરોપી પુત્ર અને પિતા સામે કડક થશે કાર્યવાહી

આ પણ વાંચો:9 લોકોને કચડી નાખનાર તથ્ય પટેલની કારમાં કોણ હતી યુવતી? બિલ્ડર પિતાની વાર્તા વાંચીને ચોંકી જશો

આ પણ વાંચો:અમદાવાદમાં લક્ઝરી કારથી 9 લોકોના જીવ લેનારને ટોળાએ માર્યો ઢોરમાર, જુઓ VIDEO