અમદાવાદ/ ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપીઓની ધોળા દિવસ સરખેજ પોલીસ ઊંઘ ઉડાવશે

અકસ્માત સર્જનાર આરોપીઓમાં તથ્ય પટેલ, આર્યન પંચાલ, શ્યાન સાદર, શ્રેયા, ધ્વનિ પંચાલ, માલવિકાનો સમાવેશ થાય છે.

Ahmedabad Top Stories Gujarat
Untitled 22 5 ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપીઓની ધોળા દિવસ સરખેજ પોલીસ ઊંઘ ઉડાવશે

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે હાલ આ મામલે ત્રણ પોલીસ કર્મચારીઓ સહિત 9 લોકોના જીવ લેનારા અબજોપતિ નબીરા તથ્ય પટેલ અને તેના માલેતુજાર પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 6 લોકોની પોલીસે અટકાયત કરી છે.  જેમા ત્રણ યુવતીને સેટેલાઈટ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી છે જ્યારે તથ્ય પટેલ અને તેના પિતાને પજ્ઞેશ પટેલને સરખેજ પોલીસ સ્ટેશને લઈ જવાયા છે.મળતી માહિતી પ્રમાણે તથ્ય પટેલ ઉપર IPCની 304 કલમ એટલે સદોષ મનુષ્ય વધની કલમ લગાવવામાં આવી છે.

ગઇકાલે રાતે ઇસ્કોન બ્રિજ પર ગંભીર અકસ્માત કરનાર જગુઆર ચાલક તથ્ય પટેલ જાણીતા બિલ્ડર પ્રગ્નેશ પટેલનો પુત્ર છે. મોડી રાતે તથ્ય પટેલ તેના મિત્રો સાથે કાર લઈને ફરવા નીકળ્યો હતો. જ્યાં એસજી હાઈવે પર રસ્તા પર ઉભેલા ટોળા પર ધ્યાન ના જતા તેની જગુઆર કારે ગંભીર અકસ્માત સર્જ્યો. આ ગમખ્વાર અકસ્માતમાં 9 લોકો મૃત્યુ પામ્યા જ્યારે 20 લોકોને ગંભીર ઇજા પંહોચી હતી. ઇજાગ્રસ્તો અને મૃતદેહોને સોલા સિવિલ હોસ્પિટલ લઈ ખસેડાયા.

બીજી તરફ  તથ્ય પટેલના બ્લડ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. માનવામાં આવતુ હતુ કે આ કેસ ડ્રંક એન્ડ ડ્રાઇવનો કેસ હોઇ શકે છે. જેથી સિમ્સ હોસ્પિટલમાં તથ્ય પટેલના સીટી સ્કેન, બ્લડ રિપોર્ટ સહિતની મેડિકલ ટેસ્ટ કરાયા હતા. જો કે તથ્યના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે.

મૃતકોના નામ

  • નિરવ રામાનુજ – ચાંદલોડિયા (ઉં.વ. 22)
  • અક્ષય ચાવડા – બોટાદ (ઉં.વ. 21)
  • રોનક રાજેશભાઈ વિહલપરા – બોટાદ (ઉં.વ.23)
  • ધર્મેન્દ્રસિંહ (પોલીસ કોન્સ્ટેબલ) (ઉં.વ. 40)
  • કૃણાલ કોડિયા – બોટાદ (ઉં.વ. 23)
  • અમન કચ્છી -સુરેન્દ્રનગર (ઉં.વ. 25)
  • અરમાન અનિલભાઈ વઢવાણિયા – સુરેન્દ્રનગર (ઉં.વ. 21)
  • નિલેશ ખટીક-(હોમગાર્ડ જવાન) (ઉં.વ. 38)

ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં એસજી 2 ટ્રાફિક પીઆઇ વીબી દેસાઈ ફરિયાદી બન્યા છે.. ત્યારે IPC 304, 279, 337, 338, એમવી Act 177, 184 આ ઉપરાંત માનવ વધ કલમ 304 અને 279 બે જવાબદારી પૂર્વક વાહન ચલાવવા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.તેમજ 184 ઓવર સ્પીડમાં કાર ચલાવવાને લઇ ગુનો દાખલ કરવામાં આવે છે. લોકોના જીવ સાથે ચેડાં કરવા અને તેમાં કોઈનું મોત નીપજતા કલમ 377, 338 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ઇસ્કોન બ્રિજ અકસ્માત અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કરતાં સહાયની જાહેરાત કરી હતી. જ્યારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સોલા હોસ્પિટલ સોલા હોસ્પિટલની મુલાકાત લઈ પીડિતોને સાંત્વના આપી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કડક કાર્યવાહી કરવાની સૂચના આપ્યા બાદ આરોપી સહિત કુલ 6ની અટકાયત કરવામાં આવી. જો કે તથ્ય પટેલની પોલીસની નજર હેઠળ સીમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ પોલીસ તથ્યની પણ ધરપકડ કરશે.

આ પણ વાંચો:9 લોકોને કચડી નાખનાર તથ્ય પટેલની કારમાં કોણ હતી યુવતી? બિલ્ડર પિતાની વાર્તા વાંચીને ચોંકી જશો

આ પણ વાંચો:અમદાવાદમાં લક્ઝરી કારથી 9 લોકોના જીવ લેનારને ટોળાએ માર્યો ઢોરમાર, જુઓ VIDEO

આ પણ વાંચો:ઇસ્કોન અકસ્માતમાં મરનારાને ચાર-ચાર લાખની અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય

આ પણ વાંચો:પિતા ગેંગરેપનો આરોપી અને પુત્ર તથ્ય પટેલ નવનો જીવ લેનારો ખૂની