Not Set/ અમદાવાદના કોર્પોરેટરે વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ ફોટા શેર કરતા મચ્યો હોબાળો

અમદાવાદ: અમદાવાદ શહેરના એક કોર્પોરેટરે પક્ષના એક વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટા શેર કર્યા હતા. જેના કારણે આ વોટ્સએપ ગ્રૂપના સભ્યોમાં હોબાળો મચી જવા પામ્યો હતો. કોર્પોરેટર જેવા અગ્રણીની આવી હરકતથી ગ્રૂપનાં કેટલાક સભ્યો રોષે પણ ભરાયા હતાં તો કેટલાક સભ્યો દ્વારા તેની મજાક પણ ઉડાવવામાં આવી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરના એક […]

Top Stories Ahmedabad Gujarat Trending Politics
Ahmedabad Corporator share obscene photos in political WhatsApp Group

અમદાવાદ: અમદાવાદ શહેરના એક કોર્પોરેટરે પક્ષના એક વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટા શેર કર્યા હતા. જેના કારણે આ વોટ્સએપ ગ્રૂપના સભ્યોમાં હોબાળો મચી જવા પામ્યો હતો. કોર્પોરેટર જેવા અગ્રણીની આવી હરકતથી ગ્રૂપનાં કેટલાક સભ્યો રોષે પણ ભરાયા હતાં તો કેટલાક સભ્યો દ્વારા તેની મજાક પણ ઉડાવવામાં આવી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરના એક કોર્પોરેટર રણજીતસિંહ બારડ દ્વારા પોતાના પક્ષના એક નવસર્જન નામના વોટ્સએપ ગ્રૂપમાં એક પછી એમ નવ જેટલી અશ્લિલ તસવીરો પોસ્ટ કરી દીધી હતી. જેના કારણે ફરી એક વખત સોશિયલ મીડિયા એવા વોટ્સએપમાં ચાલતા રાજકિય ગ્રૂપમાં સભ્ય એવા કોર્પોરેટર કક્ષાના અગ્રણી દ્વારા અશ્લિલ તસવીરો શેર કરવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે.

કોર્પોરેટર બારડે નામના વોટ્સએપ ગ્રુપમાં અશ્લિલ ફોટા પોસ્ટ કરી દેતા વિવાદ સર્જાયો હતો. જે પછી તેનાં નામ સાથે સ્ક્રિન શોટ સાથેની તસવીરો હાલ વાયરલ થઇ રહી છે. જે

આ પછી પક્ષના સોશિયલ મીડિયાનો બહોળો અનુભવ ધરાવતા સિનિયર અગ્રણી દ્વારા આ પોસ્ટને અત્યંત દુઃખદ તસ્વીરો ગણાવી હતી અને પોતે ગ્રૂપમાંથી બહાર નીકળી ગયા હતા.

આ પછી અન્ય સભ્યોએ આ પોસ્ટને તાત્કાલિક ડિલીટ કરવા કહ્યું હતું. આ પછી અન્ય સભ્યોએ એડમીનને આ સભ્યને ગ્રૂપમાંથી બહાર કાઢવા જણાવ્યું હતું. જે પછી એડમીન દ્વારા તેને ગ્રૂપમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આવા રાજકીય અગ્રણીઓનાં વોટ્સએપ ગ્રૂપ હોય છે તેમાં ઘણી વખત આવી અશ્લીલ ક્લિપો ભૂલથી તો કેટલીક વાખ્ત જાણી જોઈને પોસ્ટ કરવામાં આવી હોવાના કેટલાય કિસ્સાઓ ભૂતકાળમાં બની ચૂક્યા છે.