Junagadh/ વન કર્મીઓની હડતાલ થી જંગલ બન્યું રેઢું, અંતે SRPની મદદ લેતું વન વિભાગ

વન વિભાગ ના મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુ એ જણાવ્યું હતું કે, ગાંધીનગર થી મળેલી સૂચના અનુસાર વન વિભાગને એસઆરપીની બે ટુકડી ફાળવવામાં આવી છે.

Gujarat Others
આ1 1 વન કર્મીઓની હડતાલ થી જંગલ બન્યું રેઢું, અંતે SRPની મદદ લેતું વન વિભાગ
  • જંગલ અને જંગલના રાજા ની કરશે એસઆરપી ના જવાનો સુરક્ષા
  • છેલ્લા પાંચ દિવસથી વન કર્મીઓ છે હડતાલ પર
  • વન કર્મીઓની હડતાલ થી જંગલ બન્યું રેઢું
  • અંતે એસઆરપી ની મદદ લેતું વન વિભાગ

ગુજરાતનુજ નહિ પરંતુ દેશનું ગૌરવ એવા એશિયાઈ સિંહોનું ઘર એટલે ગીરનું જંગલ, પરંતુ છેલ્લા પાંચ દિવસથી સિંહ અને જંગલની રખેવાળી કરતા વન કર્મચારીઓ હડતાલ ઉપર છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સિંહની રખેવાળી કરવા માટે SRP એટલેકે રાજ્ય અનામત પોલીસ ને જંગલમાં તૈનાત કરવામાં આવ્યા છે.

વન વિભાગમાં ફરજ બજાવતા વનપાલ અને વન રક્ષકો ગ્રેડ-પે રજા પગાર અને બઢતી ના રેશિયા મામલે ગત તારીખ 6 સપ્ટેમ્બર થી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી જતા હાલ સમગ્ર ગુજરાતમાં સિંહો અને વન્ય પ્રાણીઓની સુરક્ષા અને સલામતી માટે સવાલો સર્જાયા હતા. આવા સંજોગોમાં વન વિભાગ દ્વારા SRP એટલેકે રાજ્ય અનામત પોલીસ ને જંગલમાં તૈનાત કરવામાં આવ્યા છે, આજે રાજકોટ અને ગોંડલથી એસઆરપીની બે ટુકડી જૂનાગઢ વન વિભાગને ફાળવવામાં આવી છે.

આ અંગે વન વિભાગ ના મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુ એ જણાવ્યું હતું કે, ગાંધીનગર થી મળેલી સૂચના અનુસાર વન વિભાગને એસઆરપીની બે ટુકડી ફાળવવામાં આવી છે. આ ટુકડીમાં ફરજ બજાવતા જવાનો જૂનાગઢ અને અમરેલી ના જંગલ વિસ્તાર તેમજ રેવન્યુ વિસ્તાર ઉપરાંત સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે અને જે તે રેન્જ ઓફિસ દ્વારા સૂચવમાં આવતા કામોમાં સહયોગ આપશે. સાથે ગીરના જંગલમાં જ્યાં જ્યાં સિંહોના રહેણાંક વિસ્તારો છે તેવા વિસ્તારોમાં SRP જવાનોને તૈનાત કરવામાં આવશે, અને વન અધિકારીઓ તેઓની સાથે રહીને સિંહોની તેમજ જંગલની સુરક્ષા કરશે.

ભાદરવી મહામેળો / અંબાજી ભાદરવી મેળો સુખરૂપ સંપન્ન થતા જિલ્લા કલેકટર આનંદ પટેલે મા અંબાના શિખરે ધજા ચડાવી