આગ/ સુરતમાં GIDC વિસ્તારમાં આવેલી સચિન કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા એકનું મોત, પાંચની હાલત ગંભીર

સુરતના જીઆઇડીસીમાંથી એક મોટા સામાચાર આવી રહ્યા છે. સુરત સચિન જીઆઇડીસીમાં આવેલી અનુપમ રાસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગી હતી

Top Stories Gujarat
1 67 સુરતમાં GIDC વિસ્તારમાં આવેલી સચિન કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા એકનું મોત, પાંચની હાલત ગંભીર
  • સુરતમાં જીઆઈડીસી વિસ્તારમાં આગની ઘટના
  • સચિન GIDCમાં આવેલ કેમિકલ કંપનીમાં લાગી આગ
  • કંપની બોઈલરમાં બ્લાસ્ટ થતા આગ લાગી
  • આગને પગલે અફરાતફરીનો માહોલ
  • કંપનીમાં કામ કરતા અંદાજે 20 જેટલા કારીગરો ઘવાયા
  • પાંચ વ્યક્તિઓની હાલત ગંભીર
  • ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
  • સિવિલ હોસ્પિટલમાં ચાર વ્યક્તિઓની હાલત ગંભીર
  • ફાયર દ્વારા આગ બુજાવવાની કામગીરી શરૂ કરાઇ

સુરતના જીઆઇડીસીમાંથી એક મોટા સામાચાર આવી રહ્યા છે. સુરત સચિન જીઆઇડીસીમાં આવેલી અનુપમ રાસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગી હતી. મોડી રાતે  બોઇલરમાં બ્લાસ્ટ થતા ચોમેર ભીષણ આગ લાગી ગઇ હતી જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે અને 20થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.પાંચ લોકોની હાલત અતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ ઇજાગ્રસ્તોને સત્વરે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાંચની હાલત અતિ ગંભીર હોવાથી તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખીય છે કે આગ લાગતાના સમાચાર મળતા જ ફાયર વિભાગ ઘટનાસ્ળે પહોંચીને આગને કાબુમાં લેવા માટે તજવીજ હાથ ધરી હતી 4 કલાકની ભારે જેહમત બાદ આગ  પ કાબુ મેળવી લેવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં એક કામદારનો મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. પાંચ જેટલા કામદારોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તો અન્ય કામદારોને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અન્ય કામદારની સ્થિતિ પણ ગંભીર હોવાને કારણે મૃત્યુ આંક વધી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે