Not Set/ PSI- LRDની તૈયારી કરતા ઉમેદવાર આ તારીખથી ડાઉનલોડ કરી શકશે કોલ લેટર

એક ગ્રાઉન્ડ પર એક દિવસમાં 1200-1500 જેટલા ઉમેદવારોની પરીક્ષા લેવાય તેવી શક્યતા  જોવા મળી રહી છે

Gujarat
Untitled 299 3 PSI- LRDની તૈયારી કરતા ઉમેદવાર આ તારીખથી ડાઉનલોડ કરી શકશે કોલ લેટર

રાજયમાં  છેલ્લા  ઘણા સમયથી  સરકારી નોકરીને લગતી પરીક્ષાઑ  કોરોના  મહમારીના લીધે  બંધ હતી. જે હવે કોરોના કેસ ઘટતા  સરકાર દ્વારા થોડા સમય પહેલા જ   પોલીસ વિભાગમાંતેની ભરતીઓ બહાર પાડવામાં  આવી છે. જે  અંતર્ગત પોલીસ વિભાગમાં એલઆરડી અને પીએસઆઈની ભરતીમાં અરજી કરનારા ઉમેદવારો 26 નવેમ્બરથી ફિઝિકલ ટેસ્ટના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.  રાજમા ત્રીજી ડિસેમ્બરથી ફિઝિકલ ટેસ્ટ શરુ થવાની છે.  જેમાં રાજ્યભરમાં 15 કેન્દ્રો પર ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. એક ગ્રાઉન્ડ પર એક દિવસમાં 1200-1500 જેટલા ઉમેદવારોની પરીક્ષા લેવાય તેવી શક્યતા  જોવા મળી રહી છે

ફિઝિકલ ટેસ્ટમાં પુરુષ ઉમેદવારોએ પાંચ કિલોમીટરની દોડ ઓછામાં ઓછી 25 મિનિટમાં પૂરી કરવાની રહેશે, જ્યારે મહિલાઓએ 1600 મીટરની દોડ વધુમાં વધુ સાડા નવ મિનિટમાં જ્યારે એક્સ સર્વિસ મેને 2400 મીટરની દોડ 12.30 મિનિટમાં પૂરી કરવાની રહેશે. જે પુરુષ ઉમેદવાર 20 મિનિટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરે તેને પૂરા 25 માર્ક્સ મળશે. જ્યારે 20 મિનિટ કરતા વધુ અને 20.30 મિનિટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરનારને 24 માર્ક્સ, 20.30 મિનિટથી વધુ અને 21 મિનિટથી ઓછા સમય માટે 23 માર્ક્સ, 21 મિનિટથી વધુ, 21.30 મિનિટ કે તેનાથી ઓછા સમય માટે 22 માર્ક્સ મળશે. જે ઉમેદવાર 24 મિનિટથી વધુ અને 25 મિનિટથી ઓછો સમય લેશે તેમને 10 માર્ક્સ મળશે, જ્યારે 25 મિનિટથી વધુ સમય લેનારાને નાપાસ જાહેર કરાશે.

આ પણ વાંચો ;અમદાવાદ / ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાનો આજથી પ્રારંભ,50,000થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે

મહિલા કેટેગરીમાં જોઈએ તો, 7 મિનિટમાં દોડ પૂરી કરનાર ઉમેદવારને પૂરા 25 માર્ક્સ, 7થી વધુ અને 7.30થી ઓછા સમય માટે 23, 7.30થી વધુ અને 8 મિનિટથી ઓછા સમય માટે 21, 8 મિનિટથી વધુ અને 8.30 મિનિટ માટે 18 માર્ક્સ, 8.30 મિનિટથી વધુ અને 9 મિનિટથી ઓછો સમય હોય તો 15 માર્ક્સ જ્યારે 9 મિનિટથી વધુ અને 9.30 મિનિટથી ઓછા સમય માટે 10 માર્ક્સ મળશે. તેનાથી વધુ સમય લેનારા ઉમેદવાર નાપાસ ગણાશે.

જે ઉમેદવારો ફિઝિકલ ટેસ્ટમાં પાસ થશે તેમને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. 100 માર્ક્સની આ પરીક્ષા ઓબ્જેક્ટિવ રહેશે, જેના માટે બે કલાકનો સમય અપાશે. પરીક્ષામાં જનરલ નોલેજ, કમ્પ્યુટર, મનોવિજ્ઞાન, ઈતિહાસ, ભૂગોળ, સાયન્સ, બંધારણ, આઈપીસી જેવા મુદ્દા પર પ્રશ્નો પૂછવામાં આવશે. જો ઉમેદવારને જવાબ ના આવડતો હોય તો તે ‘નોટ અટેમ્પ્ટેડ’ ઓપ્શન સિલેક્ટ કરી નેગેટિવ માર્કિંગથી બચી શકે છે. દરેક સાચા જવાબ માટે 1 માર્ક જ્યારે ખોટા જવાબ બદલ 0.25 નેગેટિવ માર્ક રહેશે.

આ પણ વાંચો ;રાજકોટ /  રાજકોટ રેલવે મંડળ દ્વારા ઘટાડાયા રેલવે સ્ટેશનોના પ્લેટફાર્મ ટિકીટના ભાવ