અમદાવાદ/ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાનો આજથી પ્રારંભ,50,000થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે

ગુજરાત યુનિવર્સિટી અને જીટીયુ પૈકી કોઈપણ યુનિવર્સિટી દ્વારા આ વખતે વિદ્યાર્થીઓને ઓનલાઈન એક્ઝામનો વિક્લ્પ આપવામાં આવ્યો નથી.

Gujarat

રાજયમાં કોરોનાની મહમારી જે  છેલ્લા  2 વર્ષ દરમિયાન  જોવા મળી હતી. જેમાં  લખો લોકો કોરોનમાં  મૃત્યુ પામ્યા  હતા. ત્યારે સરકાર દવારા   રાજયમાં  મિનિ લોકડાઉન લગાવી દેવામાં  આવ્યું હતું.  તેમજ શાળાઓ પણ બંધ કરી દેવામાં  આવી હતી. ત્યારે  હવે કોરોના કેસ ઘટતા ફરી નિયન્ત્ર્ણો  હળવા કરવામાં  આવ્યા  છે .  અને અનેક યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ શરૂ કરાઇ છે . જે અંતર્ગત આજ થી જ સાથે  ગુજરાત યુનિવર્સિટિની કોલેજોમાં સેમ-3 અને સેમ-5, પીજી સેમ-5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આજથી પરીક્ષા શરૂ થઈ છે. આ પરીક્ષામાં અંદાજે 50,000થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં આવેલી કોલેજોમાં કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજથી શરૂ થતી પરીક્ષા 1લી ડિસેમ્બર સુધી ચાલશે.

આ પણ વાંચો ;Good News! / ટ્રેનમાં મુસાફરી કરતાં લોકો માટે સારા સમાચાર, ફૂડ સર્વિસ ફરી કરાઇ શરૂ

કોરોનાની મહામારી બાદ હવે પરિસ્થિતિ થાળે પડતા યુનિવર્સિટીએ માત્ર ઓનલાઈન જ પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. એટલે કે, આર્ટસ, કોમર્સ, સાયન્સ સહિતની વિવિધ વિદ્યા શાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માત્ર ઓફલાઈન એક્ઝામ જ આપવાની રહેશે. આજથી શરૂ થતી પરીક્ષા પૈકી માત્ર બીકોમમાં જ 28,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ સીવાયના આર્ટસ, સાયન્સ સહિતની ફેકલ્ટીમાં મળીને કુલ 50,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો ;રાજકોટ / રાજકોટ રેલવે મંડળ દ્વારા ઘટાડાયા રેલવે સ્ટેશનોના પ્લેટફાર્મ ટિકીટના ભાવ

બહારગામ રહેતા વિદ્યાર્થીઓ માટે હજુ સુધી હોસ્ટેલ કે અન્ય કોઈ વ્યવસ્થા ન હોવાથી ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવો જોઈએ તેવી માંગણી એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી હતી.ગુજરાત યુનિવર્સિટી અને જીટીયુ પૈકી કોઈપણ યુનિવર્સિટી દ્વારા આ વખતે વિદ્યાર્થીઓને ઓનલાઈન એક્ઝામનો વિક્લ્પ આપવામાં આવ્યો નથી.