Not Set/ ત્રણ નામાંકિત ખાનગી ડોકટરો પર તંત્રની કાર્યવાહી, એક્સ-રે મશીન અને સીટી સ્કેન મશીન કરાયું સીલ

જામનગર, જામનગરમાં નામાંકિત ત્રણ ખાનગી તબીબ પર તંત્ર એ આકરી કાર્યવારી કરી હતી.બે તબીબની હોસ્પિટલમાં એક્સ રે મશીન તંત્ર એ સીલ કર્યુ હતું. એક તબીબની હોસ્પિટલમાં સી ટી સ્કેન મશીન સીલ કર્યુ હતું. કેન્દ્ર સરકારની એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. હોસ્પિટલમાં મશીન રૂમ સીલ કરીને બહાર નોટિસ લગાવવામાં આવી હતી. કેન્દ્ર […]

Top Stories Gujarat Others Videos

જામનગર,

જામનગરમાં નામાંકિત ત્રણ ખાનગી તબીબ પર તંત્ર એ આકરી કાર્યવારી કરી હતી.બે તબીબની હોસ્પિટલમાં એક્સ રે મશીન તંત્ર એ સીલ કર્યુ હતું. એક તબીબની હોસ્પિટલમાં સી ટી સ્કેન મશીન સીલ કર્યુ હતું.

કેન્દ્ર સરકારની એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. હોસ્પિટલમાં મશીન રૂમ સીલ કરીને બહાર નોટિસ લગાવવામાં આવી હતી. કેન્દ્ર સરકારની ટીમના દરોડાથી ખાનગી તબીબોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. રેડિએશનની ગુણવત્તા સહિતના નિયમોનું પાલન ન કરતા કાર્યવાહી કરવામાં આવી છે.