Gujarat Local Body Election 2026 LIVE/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે રવિવાર, તા. 26 એપ્રિલના રોજ યોજાયેલા મતદાન દરમિયાન અમદાવાદના શીલજ ખાતે આવેલી પ્રાથમિક શાળાના મતદાન મથકે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) પોતાના પરિવારજનો સાથે મતદાન મથકે પહોંચ્યા હતા
મુખ્યમંત્રી(Chief Minister) પોતાના પરિવારજનો સાથે મતદાન મથકે પહોંચ્યા હતા અને લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા મતદાન કર્યું હતું.

આ પ્રસંગે તેમણે રાજ્યના તમામ મતદારોને લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અને નાગરિક તરીકેની પવિત્ર ફરજ નિભાવવાનો અનુરોધ કર્યો હતો.
આ પણ વાંચો: ભાવનગરમાં AAP સમર્થનના પોસ્ટર વાયરલ! ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું
આ પણ વાંચો: આણંદમાં ચૂંટણી પહેલા હિંસા, વોર્ડ 13ના કોંગ્રેસ ઉમેદવાર હર્શિલ દવે પર હુમલો, આંકલાવમાં પણ મારપીટની ઘટના
આ પણ વાંચો: ગાંધીનગરની દહેગામ નગરપાલિકા ચૂંટણી દરમ્યાન EVM ખોટવાયું
