Rajkot Election News: રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચાલુ મતદાન પ્રક્રિયા દરમિયાન આચારસંહિતાનો ભંગ કરવા બદલ વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાવદાણી સહિત 20 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી છે. આ ઘટનાને પગલે રાજકીય માહોલ ગરમાયો છે
100 મીટરની ત્રિજ્યામાં પ્રચાર કરવો પડ્યો ભારે
મળતી માહિતી મુજબ, રાજકોટના વોર્ડ નંબર 15માં જ્યારે મતદાન પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી હતી, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાવદાણી અને તેમના સમર્થકો મતદાન મથકની આસપાસ હોવાનું માલૂમ પડ્યું હતું. ચૂંટણી પંચના નિયમો મુજબ, મતદાન મથકની 100 મીટરની અંદર કોઈપણ પ્રકારનો પ્રચાર કે જનસંપર્ક કરી શકાતો નથી. આરોપ છે કે આ લોકો નિયમ વિરુદ્ધ જઈને મતદારોને રીઝવવાનો કે પ્રચાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
Rajkot : થોરાળા પોલીસે કરી કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ સ્થળ પર તૈનાત પોલીસ કાફલાએ ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મકબુલ દાવદાણી અને તેમની સાથેના અન્ય 20 જેટલા સમર્થકોની અટકાયત કરી તેમને થોરાળા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મતદાન મથક પર શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ કડક પગલાં લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો:ભાવનગરમાં AAP સમર્થનના પોસ્ટર વાયરલ! ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું
આ પણ વાંચો: ગુજરાત ચૂંટણીમાં મતદાન વચ્ચે બહિષ્કાર! ‘કટ નહીં તો મત નહીં’ના નારા
આ પણ વાંચો: ગાંધીનગરની દહેગામ નગરપાલિકા ચૂંટણી દરમ્યાન EVM ખોટવાયું
