Gujarat Local Body Election 2026/ મતદાનના 3 કલાકમાં કોંગ્રેસે હાર માની? થલતેજમાં ભાજપની બિનહરીફ જીત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. અનેક બેઠકો બિનહરીફ જાહેર થયા બાદ હવે બાકીની બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. અમદાવાદના થલતેજ વોર્ડ (Thaltej Ward)માં કોંગ્રેસની નબળી હાજરી રાજકીય ચર્ચાનો વિષય બની છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
ભાજપના ગઢ Thaltej Wardમાં કોંગ્રેસ ટકી ન શકી, બિનહરીફ જીત

Ahmedabad Thaltej Ward: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે સવારે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. રાજ્યની 393 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની કુલ 10,005 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ ચૂંટણી પહેલાં જ 736 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે, જેના કારણે અનેક ઉમેદવારો વિના મતદાન જીત્યા છે.

રાજ્યમાં સુધારેલી મતદાર યાદી બાદ કુલ 4 કરોડથી વધુ મતદારોને મતાધિકાર મળ્યો છે. આ મતદારો આગામી પાંચ વર્ષ માટે સ્થાનિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પસંદ કરશે. કુલ 25,537 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જેમાંથી 9,262 ઉમેદવારોનો નિર્ણય મતદાન દ્વારા થશે.

Thaltej Wardમાં કોંગ્રેસે હાથ ઉંચા કર્યા

અમદાવાદમાં મતદાન શરૂ થયા બાદ થલતેજ વોર્ડ (Thaltej Ward) ચર્ચાનો વિષય બન્યો છે. અહીં મતદાનના થોડા જ સમયમાં કોંગ્રેસની ચૂંટણી વ્યવસ્થા નબળી જોવા મળી હોવાનું કહેવાય છે. કેટલાક સ્થળોએ કોંગ્રેસના કેમ્પ હટાવી દેવામાં આવ્યા હોવાની ચર્ચા છે.

થલતેજ (Thaltej Ward) વિસ્તાર પરંપરાગત રીતે ભાજપનો મજબૂત વિસ્તાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મતદાનના દિવસે કોંગ્રેસની નબળી હાજરી રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કારણ બની છે. રાજ્યભરમાં મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે. મતદારોમાં પણ સવારથી ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે સાંજ સુધી કેટલું મતદાન થાય છે અને ક્યાં રાજકીય પલટો જોવા મળે છે તે પર સૌની નજર છે.


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ મતદાન કર્યું

આ પણ વાંચો:રાજકોટમાં મતદાન વચ્ચે હંગામો! વોર્ડ નંબર 15ના કોંગ્રેસ ઉમેદવાર સહિત 20ની અટકાયત

આ પણ વાંચો:રાજકોટમાં ચૂંટણી સાથે ગરમીનો ડબલ ચેલેન્જ, બપોરે તાપમાન 43 ડિગ્રી પહોંચવાની શક્યતા