Rajkot News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gujarat Local Body Election 2026) માટે આજે રાજ્યભરમાં મતદાન (Rajkot Voting) ચાલી રહ્યું છે. વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં મતદારો મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. રાજકોટ શહેરમાં પણ લોકો અને રાજકીય આગેવાનો મતદાન માટે ઉત્સાહપૂર્વક બહાર આવ્યા હતા.
રાજકોટ (Rajkot Voting)માં ગરમી વચ્ચે મતદાન
રાજકોટમાં સવારથી જ મતદાન (Rajkot Voting) કેન્દ્રો પર લોકોની લાઈનો જોવા મળી હતી. વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રશાસન અને રાજકીય પક્ષો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, બીજી તરફ ગરમી પણ મોટો પડકાર બની છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજકોટમાં સવારના સમયે તાપમાન 38 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. બપોર સુધીમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે શહેરમાં ભારે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.ગરમી વધતા શહેરના રસ્તાઓ પર લોકોની અવરજવર ઘટી છે અને બપોરના સમયે સુમસામ માહોલ જોવા મળી રહ્યો છે. મતદાન ટકાવારી પર પણ ગરમીની અસર પડી શકે તેવી શક્યતા છે.
શહેરમાં ગરમીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. મતદાન મથકો પર પાણી, છાંયો અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.એક તરફ ચૂંટણીનો જોરદાર માહોલ છે તો બીજી તરફ તાપમાનનો ઉછાળો ઉમેદવારો અને મતદારો બંને માટે પડકારરૂપ બન્યો છે. હવે બપોર બાદ મતદાનની ગતિ કેવી રહે છે તે પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો:રાજ્યમાં ગરમી છતાં મતદારોમાં જોરદાર ઉત્સાહ,રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ જામનગર કર્યું મતદાન
આ પણ વાંચો:ગુજરાત ચૂંટણીમાં મતદાન વચ્ચે બહિષ્કાર! ‘કટ નહીં તો મત નહીં’ના નારા
આ પણ વાંચો:ભાવનગરમાં AAP સમર્થનના પોસ્ટર વાયરલ! ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું
