ભાજપનાં પેજ પ્રમુખની યાદીમાં હવે મનસુખ માંડવિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પેજ નંબર 14 નાં પ્રમખ મનસુખ માંડવિયાને બનાવવામાં આવ્યાં છે. બુથ નંબર 122 નાં પેજ નંબર 14 નાં પ્રમુખ બનાવવામાં આવ્યાં છે.
ગુજરાત ભાજપમાં સી.આર. પાટીલનાં આગમન પછી પેજ પ્રમુખ બનવું એ પણ પ્રતિષ્ઠાનું માધ્યમ બની ગયું છે. હાલમાં જ મુખ્યમંત્રી અને તેમના ધર્મપત્ની બંને પેજ પ્રમુખ બન્યા તે સમાચાર ખાસ આપવામાં આવ્યા હવે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પાલીતાણાના હણલ બૂથ કે જેને ભાજપ શક્તિ કેન્દ્ર તરીકે ઓળખાવે છે તેની મતદાર યાદીના પેજ નં. 14 નાં તેઓ પેઇજ પ્રમુખ બન્યા છે અને તેમની સાથે પેઇજ કમિટી પણ બનાવવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે, સીઆર પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અત્યાર સુધી પોતાના વોર્ડમાં પેજ પ્રમુખ બની ચૂક્યા છે. ત્યારે આ લિસ્ટમાં હવે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું નામ સામેલ થયું છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ પેજ પ્રમુખ બન્યા છે. તેઓ પાલિતાણા વિધાનસભાના 122 નંબરના બૂથ પરના પેજ પ્રમુખ બન્યા છે. તેઓએ ભાવનગર જિલ્લા પ્રમુખને પોતાના પેજની યાદી સોંપી છે. ભાજપ પ્રમુખ સીઆર પાટીલે તમામ સાંસદો, ધારાસભ્યોને પેજ સમિતિનું કામ પૂર્ણ કરવા ટકોર કરી હતી. જેના બાદ આ સિલસિલો શરૂ થયો છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
USA માં ઇમરજન્સી ઉપયોગ માટે Pfizer ની રસીને મળી મંજૂરી
ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યો ઝટકો, US સુપ્રીમ કોર્ટે જો બિડેનની તરફેણમાં જાહેર કર્યો આ મોટો નિર્ણય
દિગ્ગજ ખેલાડીએ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ સીરીઝને લઇને કરી ભવિષ્યવાણી, જણાવ્યો શું રહેશે ગેમ પ્લાન
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
