Morbi News : મોરબી તાલુકાના પાનેલી ગામે જૂની અદાવતના કારણે ચાર શખસોએ મળીને એક 18 વર્ષીય યુવક પર બેરહમીથી હુમલો (Attacked) કર્યો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પાનની દુકાન પાસે કર્યો અચાનક હુમલો(Attacked)
ગામમાં રામાપીરના મંદિર પાસે રહેતા 18 વર્ષીય વિશાલભાઈ (ઉર્ફે જેન્તીભાઈ) રાજેશભાઈ કટેશિયા ગતરોજ ‘ક્રિષ્ના પાન’ નામની દુકાન પાસે ઊભા હતા. એ દરમિયાન જૂની અદાવત રાખીને એ જ ગામના ચાર શખસ હાથમાં લાકડીઓ લઈને ત્યાં આવી પહોંચ્યા અને કોઈ પણ કારણ વગર વિશાલ પર હુમલો (Attacked) કરી તૂટી પડ્યા હતા.
CCTVમાં કેદ થયો ભયાનક દ્રશ્ય
વાયરલ થયેલા CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે ચારેય આરોપીઓ લાકડીઓ સાથે દુકાનમાં પ્રવેશે છે, યુવકની બોચી પકડી તેને બહાર ખેંચી લાવે છે અને ત્યારબાદ બેરહમીથી માર મારવાનું શરૂ કરે છે. યુવક ભાગવાનો પ્રયાસ કરે ત્યારે એક આરોપી તેને કસીને પકડી રાખે છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ માત્ર 16 સેકન્ડમાં 36 લાકડીઓ ફટકારે છે. જમીન પર પડી જવા છતાં પણ માર મારવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું.
ગંભીર ઇજાઓ, પાંસળી ફ્રેક્ચર
હુમલા(Attacked)માં વિશાલને માથા પર ગંભીર ઈજા થઈ છે તેમજ ડાબી બાજુની પાંસળીમાં ફ્રેક્ચર થયું હોવાનું તબીબી તપાસમાં સામે આવ્યું છે. હુમલા(Attacked)માં શરીરના અન્ય ભાગોમાં પણ ગંભીર મૂઢમાર વાગ્યો છે. આરોપીઓએ હુમલા દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો
ભોગ બનનાર યુવકે સારવાર બાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે નીચેના ચાર શખસો સામે ગુનો દાખલ કર્યો છે. આરોપીઓમાં તુલસી અણદાભાઈ ચાવડા, સંજય અણદાભાઈ ચાવડા, રાજદીપ તુલસીભાઈ ચાવડા અને મનીષ તુલસીભાઈ ચાવડાનો સમાવેશ થાયછે.
મોરબી તાલુકા પોલીસે CCTV ફૂટેજને મહત્વપૂર્ણ પુરાવા તરીકે લઈ ફરાર થયેલા આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ઝડપી કર્યા છે.
