gujrat news/ વલ્લભીપુર હાઈવે પર જાનૈયાઓનું તોફાન, ખોડિયાર નાસ્તા હાઉસમાં તોડફોડ

વલ્લભીપુર-અમદાવાદ હાઈવે પર એક હોટલમાં જાનૈયાઓ દ્વારા તોડફોડ કરવાની ઘટના આવી છે. ખોડિયાર નાસ્તા હાઉસમાં જાનૈયાઓએ તોડફોડ કરી હંગામો મચાવ્યો હતો.પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો છે.

Gujarat Others
ahmedabad

ભાવનગરના વલ્લભીપુર અમદાવાદ (Ahmedabad) હાઈવે પર ખોડિયાર નાસ્તા હાઉસમાં જાનૈયાઓ દ્વારા તોડફોડ કરવાની ઘટના સામે આવી છે.લાઠીથી અમદાવાદ જઈ રહેલી એક જાનના જાનૈયા દ્વારા પાંજરાપોળ પાસે આવેલી નાસ્તાની દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી. જાનૈયાઓ દ્વારા આતંક મચાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી પ્રમાણે, લાઠીથી અમદાવાદ (Ahmedabad) જતી જાનના જાનૈયાઓ જાનૈયાઓ વલ્લભીપુર અમદાવાદ (Ahmedabad) રોડ પર આવેલી ‘ખોડિયાર નાસ્તા હાઉસ’ પાસે રોકાયા હતા. સામાન્ય બાબતને લઈને તકરાર થતા ઉશ્કેરાયેલા જાનૈયાઓના ટોળાએ નાસ્તાની દુકાનમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. આટલેથી ન અટકતા, આક્રમક બનેલા ટોળાએ હાઈવે પર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જી રોડને બાનમાં લીધો હતો.

પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો

પોલીસને ઘટના અંગે જાણ થતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. . પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને હાઈવે પર જામ થયેલા ટ્રાફિકને ક્લિયર કરાવ્યો હતો.જાનૈયાઓના આવા તોફાની વર્તનને કારણે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. હાલ પોલીસ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.


આ પણ વાંચો:ભાવનગર સંમેલનથી હીરા સોલંકી અજાણ, આમંત્રણ ન મળતા રાજકારણ ગરમાયું

આ પણ વાંચો:ભાવનગર: ચાલુ ફરજે હેડ કોન્સ્ટેબલનો ઝેરી દવા પી આપઘાત

આ પણ વાંચો:ભાવનગરમાં મનોદિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મની ઘટના