ગુજરાત/ સુજલામ-સુફલામ યોજના હેઠળ નાણાં ચૂકવણીમાં વિલંબ, ભારતીય કિસાન સંઘ રાજકોટની મુખ્યમંત્રીને રજૂઆત

ગુજરાતમાં પાણીની સમસ્યા નિવારવા સુજલામ-સુફલામ સહિતની યોજના અમલી છે. પરંતુ લાભાર્થી ખેડૂતોને ગત વર્ષનાં યોજનાનાં નાણાં હજી સુધી નહીં ચૂકવાતા રાજકોટ જિલ્લાનાં ખેડૂતો આર્થિક રીતે પરેશાન થયા છે.

Gujarat Rajkot

ગુજરાતમાં પાણીની સમસ્યા નિવારવા સુજલામ-સુફલામ સહિતની યોજના અમલી છે. પરંતુ લાભાર્થી ખેડૂતોને ગત વર્ષનાં યોજનાનાં નાણાં હજી સુધી નહીં ચૂકવાતા રાજકોટ જિલ્લાનાં ખેડૂતો આર્થિક રીતે પરેશાન થયા છે. રાજકોટ જિલ્લાને અનેકવારની રજૂઆત સત્તાધીશ દ્વારા કાને નહીં ધરાતા અંતે હવે ખેડૂતોએ આ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુધી ખેડૂતોનાં નાણાં મેળવવાની માંગ કરી છે.

આસામ ચૂંટણી જંગ / લો બોલો!! મતદાન બાદ EVM મશીન ભાજપ ઉમેદવારની કારમાંથી મળી આવ્યું

ગુજરાતમાં ખેડૂતોનાં ખેતર સુધી સુજલામ-સુફલામનાં પાણી પહોંચાડવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગઇકાલે તારીખ 1-એપ્રિલનાં રોજ પાટણ જિલલામાં મુલાકાત પણ લીધી હતી. દરમિયાન ગત વર્ષે અમલી બનેલી સુજલામ-સુફલામ યોજના હેઠળ ખેડૂતોએ કરેલા કાર્યનાં નાણાં આજ-દિન સુધી રાજકોટ જિલ્લાનાં ખેડૂતોને મળ્યા નથી. ભારતીય કિસાન સંઘ રાજકોટ દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આ અંગે કરેલી રજૂઆતમાં જણાવાયા મુજબ સિંચાઇ વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં સુજલામ-સુફલામ યોજના હેઠળ ખેડૂતોની મદદથી ચેકડેમ ઉંડા કરવાના કામ કર્યા હતા.

ગુજરાત: બહાર તડકામાં નીકળતા રાખજો ધ્યાન, આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી

જિલ્લા વહીવટીતંત્રને અનેકવારની રજૂઆતનાં અંતે છેલ્લે 10-માર્ચે અધિક કલેક્ટર પંડ્યાનાં અધ્યક્ષસ્થાને આયોજીત બેઠકમાં ખેડૂતોને 8 દિવસમાં બાકી નાણાં ચૂકવવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે આજે નિર્ણય લીધાનાં 22 દિવસ પછી આજે પણ જિલ્લાનાં 596 ગામનાં ખેડૂતોને નાણાં ચૂકવાયા નથી. એકબાજુ હજી ગઇકાલે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુજલામ-સુફલામ યોજના હેઠળ ચોથા તબક્કાનો પ્રારંભ કર્યો છે. તો બીજી બાજુ ગત વર્ષનાં નાણાં રાજકોટ જિલ્લામાં નહી ચૂકવાતાં વહીવટીતંત્રની વિલંબનીતિ સામે આવી છે. ત્યારે હવે ખેડૂતોને વહેલીતકે નાણાં ચૂકવાય એ સમયની માંગ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ