Ahmedabad News : અમદાવાદ પ્લેન ક્રેશ મામલામાં રાહત કમિશ્નર આલોક પાંડે નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે, એમ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે દુર્ઘટનામાં માર્યા ગયેલા 230 લોકોના પરિવાર જનોના સંપર્ક કરવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધી 22 મૃતદેહ સોંપવામાં આવ્યા છે.
તે સિવાય 22 ટીમો પરિવાર ને કોઈ પણ તકલીફ ન પડે તે માટે કાર્યરત છે. વધુમાં તેમણે કહ્યું હતું કે DNA માટે પરિવારજનો પોતે આવે અથવા તો નજીકના સગાને આઈ ડી પ્રૂફ સાથે મોકલવા વિનંતી કરી છે. તે સિવાય બધા પરિવાર ના લોકોને કાઉન્સિલિંગ આપવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂનના રોજ એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતા 250થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. હાલમાં DNA પરિક્ષણની કાર્યવાહી ચાલી રહી છે. જેમ જેમ પરિવારજનો સાથે DNA મેચ થતા જાય તેમ તેમના પાર્થિવ શરીર પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:પ્લેન ક્રેશ: 42 મૃતકોનાં DNA મેચ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું અપડેટ
આ પણ વાંચો:એર ઇન્ડિયા હવે ફ્લાઇટ નંબર ‘૧૭૧’નો ઉપયોગ નહીં કરે, અકસ્માત બાદ એરલાઇન્સનો નિર્ણય
આ પણ વાંચો:અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ અંગે Air Indiaએ લીધો મોટો નિર્ણય
