સુરતમાં મજૂરા ગેટ વિસ્તારમાં એક યુવકને જાહેર રસ્તા પર રહેંસી કઢાયો હતો.આ વિસ્તારમાં આવેલા કૈલાસનગરમાં જૈમિશ નામના યુવકની ચપ્પુના ઘા મારી જાહેર રસ્તા પર હત્યા કરી દેવાઈ છે.આ ઘાતકી બનાવના સીસીટીવી દ્રશ્ય પણ સામે આવ્યા છે.
સીસીટીવીમાં જૈમિશ રોડ પર દોડી રહેલો દેખાય છે,જ્યારે તેનો હત્યારો તેને મારવા પાછળ દોડી રહ્યો છે.મજૂરા ગેટ નજીક આવેલા કૈલાસનગરમાં રહેતો 17 વર્ષનો જૈમિશ કિશોર પટેલ તેના પરિવાર સાથે રહેતો હતો.જૈમેશને એક યુવતી સાથે સંબંધો હતા,પરંતુ યુવતીના પિતરાઈ ભાઈ જીગ્નેશને તે પસંદ નહોતું.
એક વર્ષ અગાઉ જૈમિશ જીગ્નેશની પિતરાઈ બહેન સાથે વાત કરતો હોવાને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ઉમરા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવાઈ હતી. દરમિયાન જૈમિશ અને જીગ્નેશ વચ્ચે સમાધાન થયું હતું.જો કે એ પછી પણ જૈમિશે યુવતી સાથે વાત કરવાનું ચાલુ રાખતા જીજ્ઞેશ રોષે ભરાયો હતો.
ગત રાત્રે 12 વાગ્યાના અરસામાં જીગ્નેશ અને તેના ચાર મિત્રો ઘર નજીક આવ્યા હતા અને જૈમિશને ફોન કરી નીચે બોલાવ્યો હતો. જૈમિશ નીચે આવતાની સાથે જ માથા, પીઠ અને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી દીધા હતા અને ત્યાંથી ભાગી ગયા હતા.
ઘટનાની જાણ થતા પરિવારજનો જૈમિશને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં જૈમિશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો છે.
અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યાના આરોપી જીગ્નેશને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસ દ્વારા અન્ય સાથીદારો અને હત્યાના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
