Not Set/ સુરત/ કેમિકલ ચોરીના કોભાંડનો પર્દાફાશ, 2.70 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે

સુરત જીલ્લામાંથી મોટી કેમિકલ ચોરીના કોભાંડનો પર્દાફાશ કરવામાં કરવામા આવ્યો છે. સી આઈ ડી ક્રાઈમ દ્વારા આ આખા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, ક્રાઈમ બ્રાંચ દ્વારા 2.70 કરોડથી વધુનો મુદ્દામાલ પણ કબજે લેવામાં આવ્યો છે રાજયની સી આઈ ડી ક્રાઈમ બ્રાંચ દ્વારા સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના હાઈવેને અડીને આવેલા મોટી નરોલી ગામે છેલ્લા ત્રણ દિવસથી […]

Gujarat Surat

સુરત જીલ્લામાંથી મોટી કેમિકલ ચોરીના કોભાંડનો પર્દાફાશ કરવામાં કરવામા આવ્યો છે. સી આઈ ડી ક્રાઈમ દ્વારા આ આખા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, ક્રાઈમ બ્રાંચ દ્વારા 2.70 કરોડથી વધુનો મુદ્દામાલ પણ કબજે લેવામાં આવ્યો છે

રાજયની સી આઈ ડી ક્રાઈમ બ્રાંચ દ્વારા સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના હાઈવેને અડીને આવેલા મોટી નરોલી ગામે છેલ્લા ત્રણ દિવસથી દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ દરોડા દરમ્યાન સી આઈ ડી ક્રાઈમએ મોટી કેમિકલ ચોરીના નેટવર્કના કોભાંડનો પર્દાફાશ કર્યો છે.

વિપુલ અને રમઝાન નામના આરોપીઓ આ કેમિકલના ચોરીના નેટવર્કને ચલાવી રહ્યા હતા ,જોકે દરોડા દરમ્યાન આ બંને આરોપીઓ પોલીસથી બચીને ભાગી છૂટવામાં સફળ થયા છે.  પરંતુ પોલીસે 15 જેટલા અન્ય લોકોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સી આઈ ડી ક્રાઈમ બ્રાંચે 12 કેમિકલના ટેન્કર દરોડાના સ્થળે થી જપ્ત કર્યા છે.

જેમાં ઇન્ડિયન ઓઈલનું એવિએશન ટર્બાઈન ફ્યુઅલનું ટેન્કર પણ મળી આવ્યું છે. સાથે સાથે મોનો ઈથાઈલ ગ્લાયકોલ, કોસ્ટીક સોડા, નાઈટ્રો બેન્જીન, અને સોલ્વન્ટ નામના કેમિકલના ટેન્કરો પણ મળી આવ્યા છે.  આ કેમિકલ ટેન્કરમાંથી ચોરી કરી કાઢવા માટેના 220 લીટરના 1000 થી વધુ ખાલી અને ભરેલા ડ્રમો પણ મળી આવ્યા છે.

સાથે સાથે આ હેઝાર્ડયસ કેમિકલ કાઢવા માટે હેન્ડ ગ્લોવ્સ, માસ્ક, તેમજ નકલી સીલ, મોટર પંપ, વેલ્ડીંગ મશીન વગેરે પણ પોલીસે જપ્ત કર્યા છે. પોલીસે કેમિકલ અને ટેન્કર મળી 2.75 કરોડથી વધુનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.