@બળદેવ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ
હળવદનાં એક વિસ્તારમાં એકલી રહેલી 11 વર્ષની બાળાની એકલતાનો લાભ લઈને એક શખ્સ તેના ઘરમાં ઘૂસી ગયો હતો અને બાળકીનું બાવડું પકડીને છેડતી કરતા તેણીએ બૂમાબૂમ કરી મૂકી હતી.
તેની બૂમાબૂમ સાંભળી આસપાસનાં લોકોએ દોડી આવીને તે શખ્સની સારી ધોલાઈ કરી હતી અને તેને પોલીસને હવાલે કરી દીધો હતો. બાદમાં પોલીસે આરોપી સામે પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસ તપાસમાં બાળકીનાં માતા-પિતા કોઈ કામ અર્થે બહાર ગામ ગયા હતા. આથી એકલી રહેલી 11 વર્ષની બાળા ઉપર નજર બગાડીને ધાગંધ્રાનાં ફૂલગલીમાં રહેતા સાહિલ સલીમ ઘાંચી નામનો યુવાન તેના ઘરમાં ઘૂસ્યો હતો અને આ શખ્સે બાળાનું બાવડું પકડીને જાતીય હુમલો કરતા ઓચિંતી આવી હરકતથી બાળકી ફફડી ઉઠી હતી અને તેણીએ દેકારો કરી મુક્યો હતો.
જેથી આસપાસનાં લોકો તેની ઘરે દોડી ગયા હતા અને બાળકીની છેડતી કરનાર એ શખ્સની જાહેરમાં મેથીપાક ચખાડી બાદમાં પોલીસને સોંપી દીધો હતો, જેમાં બાળકીની માતાએ આરોપી સાહિલ સલીમ ઘાંચી રહે ધાગંધ્રાવાળા વિરુદ્ધ પોક્સો એકટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
