અમદાવાદ
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા લિવિંગ ઈન્ડેક્સમાં ગુજરાતનું એજ્યુકેશન લેવલ ખુબ નીચું જોવા મળી રહ્યું છે. જેને કારણે શિક્ષણ જગતની વાસ્તવિકતા સામે આવી છે.
આ ઈન્ડેક્સમાં ગુજરાતના એક માત્ર વડોદરા શહેરે ટોપ દસમાં નવો ક્રમ મેળવી ગુજરાતના શિક્ષણ બોર્ડની લાજ રાખી છે.
જ્યારે ગુજરાતનું પાટનગર ગાંધીનગર 94માં સ્થાને છે. આ આંકડાઓ જાહેર થતા સરકાર દ્વારા ચાલતી સર્વ શિક્ષા અભિયાન, ગુણોત્સાવ, પ્રવેશોત્સવ જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે પરંતુ આંકડાઓ તો અલગ જ સામે આવી રહ્યા છે અને આ બધા કાર્યક્રમો નિષ્ફળ થતા હોય તેમ લાગી રહ્યું છે.
ગુજરાતના શિક્ષણની સ્થિતિ
વડોદરા 09 માં ક્રમાકે
રાજકોટ 23 માં ક્રમાકે
અમદાવાદ 60 માં ક્રમાકે
સુરત 74 માં ક્રમાકે
ગાંધીનગર 94 માં ક્રમાકે
