Not Set/ અમદાવાદ / ધોરણ 11 માં અભ્યાસ કરતા વિધાર્થીએ ટ્યુશન ક્લાસમાંથી ઝંપલાવી કર્યો આપઘાત

આજકાલની પેઢીમાં ધીરજ કે સહનશીલતાનો અભાવ જોવા મળી રહ્યો છે. નાની અમથી વાતમાં ઉશ્કેરાઈ જવું કે આપઘાત જેવું પગલું ભરવું સામાન્ય બાબત બની ગઈ છે. આવું જ એક કિસ્સો અમદાવાદના નિકોલ માં સામે આવ્યો છે. જ્યાં ધોરણ 11 માં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીએ ટ્યુશન ક્લાસની બારીમાઠી ઝંપલાવીને આત્મહત્યા કરી છે. પ્રાપ્ત વિગતો અનુસર, અમદાવાદના નિકોલમાં […]

Ahmedabad Gujarat

આજકાલની પેઢીમાં ધીરજ કે સહનશીલતાનો અભાવ જોવા મળી રહ્યો છે. નાની અમથી વાતમાં ઉશ્કેરાઈ જવું કે આપઘાત જેવું પગલું ભરવું સામાન્ય બાબત બની ગઈ છે. આવું જ એક કિસ્સો અમદાવાદના નિકોલ માં સામે આવ્યો છે. જ્યાં ધોરણ 11 માં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીએ ટ્યુશન ક્લાસની બારીમાઠી ઝંપલાવીને આત્મહત્યા કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસર, અમદાવાદના નિકોલમાં ધોરણ 11 માં અભ્યાસ કરતા વિધાર્થીએ ટ્યુશન ક્લાસમાંથી ઝંપલાવીને આપઘાત કર્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતાં. આ સીસીટીવીમાં જોઈ શકાય છે કે પરમ જોશી નામના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી તે સમયે ક્લાસના તમામ વિદ્યાર્થીઓ બહાર નીકલી રહ્યા હતા. અને તે સમયે અચાનક ક્લાસની બારી માંથી ઝંપલાવ્યું હતું.

જોકે વિદ્યાર્થીના આપઘાતનું કારણ હજુ પણ અકબંદ છે. ત્યારે નિકોલ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થીએ આત્મહત્યા કરી તે સમયે ક્લાસના તમામ વિદ્યાર્થીઓ બહાર નીકળ્યા તે સમયે અચાનક ક્લાસની બારી માંથી ઝંપલાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.