ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં પાટણમાં કોરોનાના 37 પોઝિટીવ કેસ નોંધાયા છે. આ સાથે પાટણ જીલ્લામાં કોરોનાના કુલ 695 પર પહોંચી ગયો છે.
નવા નોંધાયેલા પોઝિટીવ કેસની વિગત આવી છે. પાટણમાં 12, ચાણસ્મા 6, સિદ્ધપુરમાં 6, રાધનપુરમાં 2, હારીજમાં 4, સરસ્વતીમાં 4,સાંતલપુરમાં 2 અને શંખેશ્વરમાં 1 પોઝિટિવ કેસ નોંધાયા છે.
આપને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1052 કેસ સામે આવ્યાં છે. આમ રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 56874 થયો છે. જો કે, રાહતની વાત એ છે 1000થી વધારે દર્દીઓ સાજા થઈનો 24 કલાકમાં હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા.
રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સુરતમાં નોંધાયાં હતા. સુરતમાં કોરોના વાયરસના 258 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આવી જ રીતે અમદાવાદમાં 188, વડોદરામાં 96, રાજકોટમાં 74, સુરેન્દ્રનગરમાં 30, દાહોમાં 27, પાટણમાં 27, ભરૂચમાં 24, ગાંધીનગરમાં 34, અમરેલીમાં 22, બનાસકાંઠામાં 19, ભાવનગરમાં 33, વલસાડમાં 19 કેસ નોંધાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
