અમદાવાદ,
સસ્તા મકાન અને પ્લોટના નામે શહેર સહિત રાજયભરમાં છેતરપિંડીના બનાવોમાં વધારો થયો છે. ત્યારે આવી જ એક ઘટના સિનિયર સિટીજનો સાથે બનવા પામી છે અને તેમની પાસેથી રૂપિયા 50 લાખ ખંખેરી લેવાયા છે.
જેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. નોંધનીય છે કે વસ્ત્રાપુર વિસ્તારના સિનિયર સિટીજનોને ભગોદરા પાસે આ છેતરપિંડી આચરનાર 20 શખ્સોએ સસ્તા ભાવે મકાન અને પ્લોટ આપવાનું જણાવ્યું હતું.
જેને લઇને લાલચમાં આવી ગયેલા આ 5 જેટલા સિનયર સિટીજનોએ 50 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હતું. બે વર્ષ જેટલો સમય વિત્યા છતાં સિનિયર સિટીજનોને આ 20 શખ્સોએ પ્લોટ અને મકાન બતાવ્યા ન હતા. બાદમાં આ તમામ સિનિયર સિટીજનો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જો કે પોલીસ હાલ તો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
