Ahmedabad News: અમદાવાદના લોકપ્રિય પ્રવાસન સ્થળ સાબરમતી રિવરફ્રન્ટનો ફ્લાવર પાર્ક આજથી જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય પાછળ આગામી વર્ષે યોજાનારા ભવ્ય ફ્લાવર શો-2026ની તૈયારીઓ છે. આ ફ્લાવર શો જાન્યુઆરી 2026માં સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) ખાતે યોજાશે, જેમાં દેશ-વિદેશના રંગબેરંગી ફૂલો અને અદ્ભુત ફ્લોરલ સ્કલ્પચર્સનું પ્રદર્શન કરવામાં આવશે.
ફ્લાવર શો 2026ના આયોજન માટે લેવાયો નિર્ણય
દર વર્ષે જાન્યુઆરી મહિનામાં યોજાતો આ ફ્લાવર શો અમદાવાદની સાંસ્કૃતિક અને પ્રવાસી ઓળખનો મહત્વનો હિસ્સો બની ચૂક્યો છે. આ વર્ષે પણ 2025ના ફ્લાવર શોમાં લાખો લોકોએ મુલાકાત લીધી હતી, જેમાં 10 લાખથી વધુ ફૂલો અને 30થી વધુ સ્કલ્પચર્સનું આકર્ષક પ્રદર્શન થયું હતું. હવે 2026ના આવૃત્તિને વધુ ભવ્ય બનાવવા માટે AMCએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ફ્લાવર શો ની તૈયારીના લીધે પાર્ક બંધ
ભારત એક ગાથા” થીમ પર ફ્લાવર શોમાં ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને વારસાને ફૂલો દ્વારા દર્શાવવામાં આવશે. 170થી વધુ થીમ આધારિત ફ્લોરલ સ્કલ્પચર્સ, જેમાં પરંપરાગત કળા સાથે આધુનિક તકનીકી પ્રતીકો જેવા કે વિમાનચાલન, વિન્ડમિલ અને સોલાર પેનલના ફ્લોરલ રિપ્રેઝન્ટેશન સામેલ હશે.કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આ શોમાં દેશભરમાંથી અને વિદેશથી ફૂલોની જાતો લાવવામાં આવશે.આ તૈયારીઓને કારણે ફ્લાવર પાર્કમાં વિશાળ કામગીરી કરવાની છે, જેના લીધે પાર્કને થોડા સમય માટે બંધ રહેશે.
આ પણ વાંચો:PM મોદીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોના સુંદર ફોટો શેર કર્યા

