Ahmedabad News: અમદાવાદમાં પ્રખ્યાત ફ્લાવર શો(Flower show)ની નકલી ટિકિટ(Fake Tickets)નું વેચાણ થતાં અમદાવાદ પોલીસ (Ahmedabad Police) એક્શનમાં આવી હતી. રિવરફ્રન્ટ પશ્ચિમ પોલીસે શાહપુરના એક આરોપીની ધરપકડ કરી છે. એએમસી દ્વારા 70 રુપિયાની ટિકિટ 27 રૂપિયામાં અને 100 રૂપિયાની ટિકિટ માત્ર 25માં મળતાં પોલીસ, વહીવટી તંત્ર ચોંકી ઉઠ્યું હતું.
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર દર વર્ષે યોજાતો ફ્લાવર શોમાં આ વખતે ઓનલાઈન ટિકિટનું વેચાણ થયા બંધ નકલી ટિકિટોનું વેચાણ થતું હોવાનું સામે આવતા રિવરફ્રન્ટ પશ્ચિમ પોલીસ આરોપીને ઝડપવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. મળતી માહિતી મુજબ 52 જેટલી ટિકિટો પોલીસને મળી આવી હતી. નોંધનીય છે કે કોર્પોરેશને પ્રિન્ટ થયેલી આ ટિકિટો વેચવાનું નકાર્યુ હતું. જેથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફ્લાવર શો અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે 3 થી 22 જાન્યુઆરી સુધી ચાલશે. ફૂલ પ્રદર્શનમાં દેશના વિકાસ, સંસ્કૃતિ અને વારસાને પ્રદર્શિત કરવામાં આવશે. જો કે, આ વર્ષે ફ્લાવર શો જોવો પ્રવાસીઓ માટે મોંઘો સાબિત થઈ શકે છે. આ વર્ષે 1 જાન્યુઆરીથી ફ્લાવર શો શરૂ થવા જઈ રહ્યો છે, જેની ટિકિટમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફ્લાવર શોની ટિકિટના ભાવમાં વધારો કર્યો છે.
આ વર્ષે 15 કરોડના ખર્ચે ફૂલ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિમા બનાવવા માટે 7.5 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. વિવિધ પ્રકારના 23 ફૂલો જોવા મળ્યા છે. 2025નો આ ફ્લાવર શો 6 ભાગમાં વહેંચાયેલો છે. 2024ની સરખામણીમાં 2025ના ફ્લાવર શોમાં દોઢથી બે ગણો વધુ ખર્ચ થયો છે.
અમદાવાદ ફ્લાવર શો માટે સોમવારથી શુક્રવાર સુધીની એન્ટ્રી ફી 70 રૂપિયા રાખવામાં આવી છે. તે જ સમયે, શનિવાર અને રવિવારે ફ્લાવર શોની ટિકિટ 100 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે સ્પેશિયલ ફ્લાવર એક્ઝિબિશનમાં જવા ઇચ્છુકો માટે 500 રૂપિયા ફી રાખવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી છે. વિશેષ દર્શનનો સમય સવારે 8 થી 9 અને રાત્રે 10 થી 11 છે. AMC બાગાયત વિભાગે સ્થાયી સમિતિ સમક્ષ 2025ના ફ્લાવર શો માટે સોમવારથી શુક્રવારના 85 રૂપિયા અને શનિવારથી રવિવાર સુધીના 125 રૂપિયાના ટિકિટ દર માટે દરખાસ્ત રજૂ કરી હતી.
આ પણ વાંચો:PM મોદીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોના સુંદર ફોટો શેર કર્યા
આ પણ વાંચો:ફ્લાવર શો 2025 અહીં ગુજરાતમાં આવતીકાલથી શરૂ થશે, વિવિધ પ્રકારના 23 ફૂલો પ્રદર્શિત કરવામાં આવશે
આ પણ વાંચો:અમદાવાદ ફ્લાવર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર, લોકોના ટોળેટોળા ઉમટયા, રૂ. 1.80 કરોડની આવક
