Ahmedabad Flower Show/ અમદાવાદ ફ્લાવર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર, લોકોના ટોળેટોળા ઉમટયા, રૂ. 1.80 કરોડની આવક

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે અ.મ્યુ.કો. દ્વારા ‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024’નું સુંદર આયોજન કરાયું છે. છેલ્લે 1 અઠવાડિયાથી આયોજીત ફ્લાવર શોને 3.11 લાખથી વધુ લોકો નિહાળ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
ફ્લાવર શો

Ahmedabad News: અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ વાઈબ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે ગત 30 ડિસેમ્બર, 2023થી રૂપિયા 5.45 કરોડના ખર્ચે વાઈબ્રન્ટ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્લાવર શોમાં દેશ-વિદેશના જુદા જુદા રંગબેરંગી ફુલો સહિત અનેક આકર્ષણો ઊભા કરાયા છે. જેમાં છેલ્લા એક અઠવાડિયામાં 3.11 લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. ફ્લાવર શોને સારો પ્રતિસાદ મળતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટિકિટની રૂપિયા 1.80 કરોડની આવક થઈ છે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે અ.મ્યુ.કો. દ્વારા ‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024’નું સુંદર આયોજન કરાયું છે. છેલ્લે 1 અઠવાડિયાથી આયોજીત ફ્લાવર શોને 3.11 લાખથી વધુ લોકો નિહાળ્યો છે. જેમાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફ્રી એન્ટ્રી છે. 7 દિવસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂપિયા 1.80 કરોડની આવક થઈ છે. સૌથી વધારે 31 ડિસેમ્બરના રોજ 1 લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી હતી.

ફ્લાવર શોમાં પ્રવાસીઓનો ભારે ઉત્સાહ જોતાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા રાત્રે 10 વાગ્યાની જગ્યાએ 11 વાગ્યા સુધી ફ્લાવર શો ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે રોજના 35 હજારથી વધુ મુલાકાતીઓ ફ્લાવર શોની મુલાકાત લઈ રહ્યા છે. 12 વર્ષથી નીચેના બાળકો સાથે મફત પ્રવેશ છે. તે રીતે જોતાં રોજના 45 હજારથી વધુ બાળકોએ વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શોને નિહાળ્યો હતો.

કયા ફૂલો રોપવામાં આવ્યા છે

આ વર્ષે વિવિધ પ્રકારના 15 લાખથી વધુ ફૂલ-છોડના રોપા મૂકવામાં આવ્યા છે. આ ફૂલ-છોડમાં પિટુનિયા, ગજેનિયા, બિગોનિયા, તોરણીયા, મેરીગોલ્ડ, લિલિયમ, ઓર્ચિડ, ડહેલિયા, એમરન્સ લીલી, કેક્ટસ પ્લાન્ટ, જરબેરા જેવા દેશી-વિદેશી ફૂલોનો સમાવેશ કરાયો છે. આ ફ્લાવર શોમાં 7 લાખથી વધુ રોપા દ્વારા 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રકચર પ્રદર્શિત કરવામાં આવ્યું છે.

દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ફ્લાવર શો જોવા માટે ઉમટી પડતા હોય છે. જેથી ફ્લાવર શોની ટિકિટ ઓનલાઇન અને ઓફલાઈન લઈ શકાય એમ બંને રીતે રાખવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ફ્લાવર શો, 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. ફ્લાવર શોના પરિસરમાં આ વર્ષે ફૂલ-છોડ, ખાતરની ખરીદી માટે 8 નર્સરીના સ્ટોલ મૂકવામાં આવ્યા છે.

આ ઉપરાંત, 30થી વધુ વિદેશી ફૂલોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વધુમાં, સ્ટેચ્યુ ઑફ યુનિટી, વડનગરનું કીર્તિતોરણ, નવું સંસદભવન, ઑલિમ્પિકનું પ્રતિક(રિંગ), ડ્રોન, અવકાશ યાન, બંધારણનું પુસ્તક વગેરેની ઝાંખી જોવા અને જાણવા મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: