Gujarat/ રખડતા ઢોર મુદ્દે મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક, કેમેરો ઓન થતા જ પશુપાલકો ગાયો લઈને ભાગ્યા

સમગ્ર ગુજરાતમાં રખડતા પશુઓ પર અત્યાચારના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. રખડતા પશુઓને કારણે નગરજનોમાં ભયનો માહોલ પણ સર્જાય છે. રસ્તાઓ પર રખડતા ઢોર અને શહેરોની ગલીઓમાં રખડતા લોકો ગભરાટ…

Top Stories Gujarat Vadodara
Mantvya Reality Check

Mantvya Reality Check: સમગ્ર ગુજરાતમાં રખડતા પશુઓ પર અત્યાચારના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. રખડતા પશુઓને કારણે નગરજનોમાં ભયનો માહોલ પણ સર્જાય છે. રસ્તાઓ પર રખડતા ઢોર અને શહેરોની ગલીઓમાં રખડતા લોકો ગભરાટ ફેલાવી રહ્યા છે અને વાહન ચાલકોને પણ પોતાની ઝપેટમાં લઈ રહ્યા છે. જો કોઈ વટેમાર્ગુ રસ્તામાં આવે તો તેને ફંગોળી નાંખવામાં આવે છે. સાથે જ ઘણી વખત આ રખડતા ઢોર કોઈનો જીવ પણ લઈ લે છે.

વડોદરામાં રખડતા પશુઓની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. તેવામાં રખડતા પશુઓની સમસ્યા યથાવત છે. ત્યારે વડોદરા શહેરમાં મંતવ્ય ન્યુઝ થકી રિયાલીટી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જોવા મળ્યું કે, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલના વોર્ડમાં જ રોડ પર રખડતા પશુઓનો ભારે ત્રાસ જોવા મળ્યો હતો ત્યારે કિશનવાડી ગધેડા માર્કેટ નજીક 50 થી વધુ ગાયોના ટોળાના કારણે વાહન ચાલકો અટવાયા હતા. જણાવી દઈએ કે મંતવ્ય ન્યૂઝની ચેનલનો કેમેરો ખુલતા જ પશુપાલકો ગાયો લઈને ભાગતા જોવા મળ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના બાદ પણ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ હજું પણ યથાવત છે. રખડતા પશુઓને પકડવા માટે તંત્ર દ્વારા વાર્ષિક કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે તેમ છતાં રોડ પર રખડતા પશુઓ દેખાતા તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થાય છે.  પશુઓને પકડવા માટેની ઢોર પાર્ટી નિષ્ફળ રહેતા હવે CCTV કેમેરાની મદદથી પણ નજર રાખવામાં આવી રહી હોવાનો તંત્રનો દાવો પોકળ સાબિત થયો છે. ખુદ પાલિકાના ડમ્પીંગ સ્ટેશનમાં જ ગાયોનો જમાવડો કચરો નાખનારા નાગરિકોને દંડ ફટકારવાની વાત કરનારા સ્થાયી સમિતિના ચેરમેન ડમ્પીંગ યાડના અધિકારી કર્મચારીઓને દંડ ફટકારશે કે કેમ? તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો: ભાવનગર/મનપા દ્વાર પ્રતિબંધિત પ્લાસ્ટિક ફેકટરીમાંથી 5 લાખ કરતા વધુ નો માલ ઝપ્ત