survey/ ગ્લોબલ લીડર્સમાં PM મોદીનો જાદુ, બિડેન, સુનાક, મેક્રો સહિત 22 દેશોના દિગ્ગજો પાછળ, નવા સર્વેનો રિપોર્ટ આવ્યો સામે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ વડાપ્રધાન મોદીનો ચાર્મ જોવા મળી રહ્યો છે

Top Stories India World
Narendra Modi

Global Leaders: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ વડાપ્રધાન મોદીનો ચાર્મ જોવા મળી રહ્યો છે. મોર્નિંગ કન્સલ્ટના નવીનતમ સર્વે અનુસાર વડાપ્રધાન મોદીએ લોકપ્રિયતાના મામલે 22 દેશોના દિગ્ગજ નેતાઓને પાછળ છોડી દીધા છે. તાજેતરના સર્વેમાં પીએમ મોદીને 78 ટકાનું એપ્રુવલ રેટિંગ મળ્યું છે.

છઠ્ઠા નંબર પર જો બિડેન

(Narendra Modi) બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા 50 ટકાના  એપ્રુવલ રેટિંગ સાથે આ યાદીમાં 5માં નંબરે છે. આશ્ચર્યની વાત એ છે કે ‘સુપર પાવર’ યુએસ પ્રમુખ જો બિડેન આ યાદીમાં છઠ્ઠા નંબર પર છે. તેમનું રેટિંગ 40 ટકા છે. તેમના પછી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું નામ આવે છે. તેમનું રેટિંગ પણ 40 ટકા છે.

ભારતીય મૂળના બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક આ યાદીમાં 10મા સ્થાને છે. વિશ્વ નેતાઓમાં તેમનું રેટિંગ 30 ટકા છે. જયારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આ યાદીમાં 11માં સ્થાને છે. તેમનું રેટિંગ 29 ટકા છે.

સર્વે કેવી રીતે થાય છે, સેમ્પલ સાઈઝ શું છે

મોર્નિંગ કન્સલ્ટ દરરોજ 20,000 વૈશ્વિક ઇન્ટરવ્યુ લે છે. ઇન્ટરવ્યુમાં મળેલા જવાબોના આધારે ગ્લોબલ લીડર વિશેનો ડેટા તૈયાર કરવામાં આવે છે. અમેરિકામાં તેનું સેમ્પલ સાઈઝ 45,000 હજાર છે. બીજી તરફ, અન્ય દેશોના સેમ્પલ સાઇઝ 500 થી 5000 ની વચ્ચે છે. દરેક દેશમાં વય, લિંગ, પ્રદેશ અને કેટલાક દેશોમાં શિક્ષણના આધારે સર્વેને મહત્વ આપવામાં આવે છે. અમેરિકામાં જાતિ અને વંશીયતાના આધારે પણ સર્વે કરવામાં આવે છે.

Global Leader Approval: *Among all adults
Modi: 78%
López Obrador: 68%
Albanese: 58%
Meloni: 52%
Lula da Silva: 50%
Biden: 40%
Trudeau: 40%
Sánchez: 36%
Scholz: 32%
Sunak: 30%
Macron: 29%
Yoon: 23%
Kishida: 21%
*Updated 01/31/23https://t.co/Z31xNcDhTg pic.twitter.com/rxahbUCB0x

— Morning Consult (@MorningConsult) February 2, 2023

 

Jammu Kashmir/ જમ્મુ-કાશ્મીરમાં CBIની મોટી કાર્યવાહી, 36 જગ્યાએ પડ્યા દરોડા

વિવાદ/ BBC ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ફટકારી નોટિસ, ત્રણ સપ્તાહમાં માંગ્યો જવાબ

Business/ અમેરિકાથી આ સમાચાર આવતાની સાથે જ અદાણી એન્ટરપ્રાઈઝમાં 35%નો જોરદાર ઘટાડો, અન્ય કંપનીઓના શેર પણ થયા વેરવિખેર

Mumbai/ તાલિબાને મુંબઈ પર હુમલાની આપી ધમકી! NIAને ઈ-મેલ મળ્યો, સુરક્ષા એજન્સીઓ લાગી તપાસમાં

Liquor Scam/ દારુ કૌભાંડમાં પહેલીવાર કેજરીવાલનું નામ, દિલ્હીના સીએમએ કહ્યું- ‘કાલ્પનિક’ છે ચાર્જશીટ