Not Set/ બુટલેગરોએ પથ્થરમારો કરી પોલીસનું પાણી ઉતારી દીધું, 5 થયા ઇજાગ્રસ્ત

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની હાલત કેટલી સરસ છે તેનો અણસાર તો, આ મામલાથી જ આવી જાય છે. પહેલા ગુજરાતમાં સમાચાર પ્રસિધ્ધ થતા કે પોલીસ દ્વારા ફલાણા ગુનેગારનું સરઘસ કાઢીને જાહેરમાં ફટકારવામા આવ્યો, વિગેરે વિગેરે અને આજ કાલ રોજ સમાચારો પ્રસિધ્ધ થાય છે કે પોલીસ પર ગુનેગારોએ ગાડી ચડાવી દીધી, પોલીસ પર અપરાધી હુમલો કરી ભાગી […]

Top Stories Gujarat Others
morbi બુટલેગરોએ પથ્થરમારો કરી પોલીસનું પાણી ઉતારી દીધું, 5 થયા ઇજાગ્રસ્ત

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની હાલત કેટલી સરસ છે તેનો અણસાર તો, આ મામલાથી જ આવી જાય છે. પહેલા ગુજરાતમાં સમાચાર પ્રસિધ્ધ થતા કે પોલીસ દ્વારા ફલાણા ગુનેગારનું સરઘસ કાઢીને જાહેરમાં ફટકારવામા આવ્યો, વિગેરે વિગેરે અને આજ કાલ રોજ સમાચારો પ્રસિધ્ધ થાય છે કે પોલીસ પર ગુનેગારોએ ગાડી ચડાવી દીધી, પોલીસ પર અપરાધી હુમલો કરી ભાગી ગયા, પોલીસ પર વિગેરે વિગેરે.  આજે પણ આવો જ ઘાટ મોરબીનાં ટંકારામાં બન્યો છે, ત્યારે પોલીસ અને કાયદો વ્યવસ્થાની ગુજરાતમાં સ્થિતિને લઇને લોકોમાં અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.

વાત જાણે એવી છે કે મોરબીના ટંકારામાં દારૂની રેડ કરવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો કરવામાં આવ્યો. બુટલેગરોએ બાતમીના આધારે દારૂની રેડ પાડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો કરાયો હતો. જેમાં 5 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો ઘટનાના પગલે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.