Accident/ રાયપુરમાં બસ ડિવાઇડરમાં તો વસ્ત્રાલમાં બેકાબુ કાર દુકાનમાં ઘુસી.

અમદાવાદમાં સમી સાંજે અકસ્માતના બે બનાવો બન્યા હતા. સમગ્ર બનાવોમાં મોટી જાનહાની બનતા ટળી ગઈ હતી. જોકે, બંને બનાવોના કારણે થોડાક સમય સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. પરંતુ, સ્થળ ઉપર હાજર લોકો અને પોલીસ જવાનોએ ટ્રાફિકને હળવો કરીને વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ કરી દીધો હતો. અમદાવાદમાં રાયપુર વિસ્તારમાંથી સાંજના સુમારે એએમટીએસની 135 નંબરની […]

Ahmedabad Gujarat
police attack 52 રાયપુરમાં બસ ડિવાઇડરમાં તો વસ્ત્રાલમાં બેકાબુ કાર દુકાનમાં ઘુસી.

અમદાવાદમાં સમી સાંજે અકસ્માતના બે બનાવો બન્યા હતા. સમગ્ર બનાવોમાં મોટી જાનહાની બનતા ટળી ગઈ હતી. જોકે, બંને બનાવોના કારણે થોડાક સમય સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. પરંતુ, સ્થળ ઉપર હાજર લોકો અને પોલીસ જવાનોએ ટ્રાફિકને હળવો કરીને વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ કરી દીધો હતો.

અમદાવાદમાં રાયપુર વિસ્તારમાંથી સાંજના સુમારે એએમટીએસની 135 નંબરની બસ રસ્તેથી પસાર થઇ રહી હતી. તે જ વખતે અચાનક જ બસનો સ્ટેરીંગ લોક થઇ જતા બસ ડિવાઈડર સાથે જઈને ટકરાઈ હતી. અકસ્માતમાં બસના ડ્રાયવર અને કંડેક્ટર તેમજ કેટલાક પેસેન્જરોને સામાન્ય ઈજાઓ પહોંચતા આસપાસના લોકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવીને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ સુધી પહોંચાડ્યા હતા. સ્થળ ઉપર પોલીસ જવાનોએ પરિસ્થિતિને કાબુમાં લઈને ટ્રાફિકને હળવો કરવાની કોશિશ કરી હતી.

તો બીજી તરફ અમદાવાદના વસ્ત્રાલમાં પુરઝડપે આવી રહેલી કારે કાબુ ગુમાવતા શ્રીજી ખમણ નામની દુકાનમાં ઘુસી ગઈ હતી. સદનસીબે સમગ્ર મામલામાં કોઈ જાનહાની થઇ નહતી. પિકવર્સના સમયે અકસ્માત સર્જાતા રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો