Rajkot/ રતનપરમાં મહાસંમેલન પૂર્વે ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરાઈ

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીથી સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. રાજકોટનું ક્ષત્રિય અસ્મિતા સંમેલન……….

Top Stories Gujarat Breaking News
હાર્દિક બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન 34 રતનપરમાં મહાસંમેલન પૂર્વે ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરાઈ

Gujarat News: પરશોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક પરથી હટાવવાની માગ સાથે રાજપૂત સમાજ કટિબદ્ધ છે. આજે રાજકોટના રતનપરમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિયો એકઠા થશે. ત્યારે રાજકોટમાં રાજપૂતોના મહાસંમેલનની તૈયારીઓ વચ્ચે મોટી ઘટના બની છે. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. બહારના રાજ્યથી આવનારા રાજપૂતો આગેવાનોની બોર્ડર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીથી સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. રાજકોટનું ક્ષત્રિય અસ્મિતા સંમેલન ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ભાજપના રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા 16 તારીખે ઉમેદવારી નોંધાવે તે પહેલા શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલનમાં ભાગ લેવા રાજસ્થાનથી પણ લોકો આવી રહ્યાં હતા ત્યારે ગુજરાતમાં પ્રવેશતા ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરાઈ છે. રાજસ્થાન થી અરવલ્લી થઈને ગુજરાતમાં પ્રવેશતા શિલાદેવી સુખદેવ સિંહ ગોગામેડીને પોલીસે નજરકેદ કર્યાં છે. જયપુરથી રાજકોટ જતા રતનપુર પાસે શિલાદેવીની અટકાયત કરાઈ છે. શિલાદેવી મૃતક સુખદેવ સિંહ ગોગામેડીના પત્ની છે. કરણી સેનાના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખના પત્નીને રાજકોટ કાર્યક્રમ પૂર્ણ થાય સુધી નજરકેદ રખાશે. અરવલ્લી પોલીસ બોર્ડર વિસ્તારમાં સક્રિય બની છે. ખાનગી રીતે ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરવામા આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના બામરોલીમાં મહારાજ પ્રોસેસિંગ મિલમાં બ્લાસ્ટથી એક વ્યકિતનું મોત

આ પણ વાંચો:ધંધુકા નજીક ગોઝારો અકસ્માત સર્જાયો, 4 લોકોના ઘટનાસ્થળે મોત

આ પણ વાંચો: રાજ્યમાં કાળઝાળ ગરમીનો આતંક, 40 ડિગ્રી પંહોચેલ તાપમાનમાં આવશે પલટો