1 death/ સુરતના બામરોલીમાં મહારાજ પ્રોસેસિંગ મિલમાં બ્લાસ્ટથી એક વ્યકિતનું મોત

સુરતના બામરોલી વિસ્તારમાં મહારાજ પ્રોસેસિંગ ફેક્ટરીમાં રાત્રિના સમયે આગ લાગી હતી. માહિતી મુજબ ટેન્કર ઓઈલથી ભરેલું હતું. એકાએક આગ લાગતા…………

Gujarat
હાર્દિક બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન 33 સુરતના બામરોલીમાં મહારાજ પ્રોસેસિંગ મિલમાં બ્લાસ્ટથી એક વ્યકિતનું મોત

Surat News: સુરતના બામરોલી વિસ્તારમાં આવેલ મહારાજ પ્રોસેસિંગ મિલમાં આગ લાગતાં એક વ્યકિતનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. માહિતી મુજબ ટેન્કર ઓઈલથી ભરેલું હતું. એકાએક આગ લાગતા ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઘાયલ લોકોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા.

સુરતના બામરોલી વિસ્તારમાં મહારાજ પ્રોસેસિંગ ફેક્ટરીમાં રાત્રિના સમયે આગ લાગી હતી. માહિતી મુજબ ટેન્કર ઓઈલથી ભરેલું હતું. એકાએક આગ લાગતા ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો. આગ ફાટી નીકળતાં ઘટના સ્થળે એક વ્યકિતનું મોત નિપજ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ અને લાશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફેક્ટરીમાં લાગેલી આગનું શમન કરવાની પ્રક્રિયા ચાલું હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે મૃતકના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને ફેકટરીમાં રહેલ અન્ય શ્રમિકોના નિવેદન પણ નોંધ્યા હતા. કોની બેદરકારીથી આ ઘટના બની તે સમગ્ર વાતને લઈ તપાસ હાથ ધરી છે. હાલ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ધંધુકા નજીક ગોઝારો અકસ્માત સર્જાયો, 4 લોકોના ઘટનાસ્થળે મોત

આ પણ વાંચો: રાજ્યમાં કાળઝાળ ગરમીનો આતંક, 40 ડિગ્રી પંહોચેલ તાપમાનમાં આવશે પલટો

આ પણ વાંચો: Surat Case/સુરતમાં નોકરીની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચો: Gujarat-Engineering/ગુજરાતની એન્જિનિયરિંગ સેક્ટરની નિકા