Not Set/ 5 વર્ષની બાળકીના શરીરમાં 10 ફૂટ લાંબો સળિયો ઘૂસી ગયો,પછી શું થયું જાણો

સુરત શહેરના વેસુ રોડ પર જોલી બંગ્લોઝ પાસે રહેતી 5 વર્ષની બાળકીનાં પેટમાં 10 ફૂટ જેટલો લાંબો સળિયો આરપાર થઇ ગયો હતો, જો કે સદનસીબે નવી સિવિલ હોસ્પિટલમાં તેને બચાવી લેવામાં આવી છે, શર્મીલા નામની બાળકી તેના પિતા સાથે બાંધકામ સાઇટ પર ગઇ હતી, ત્યારે બિલ્ડીંગના પહેલા માળેથી તે નીચે પટકાઇ હતી અને નીચે પડેલો […]

Top Stories Gujarat Surat
Untitled 13 5 વર્ષની બાળકીના શરીરમાં 10 ફૂટ લાંબો સળિયો ઘૂસી ગયો,પછી શું થયું જાણો
સુરત શહેરના વેસુ રોડ પર જોલી બંગ્લોઝ પાસે રહેતી 5 વર્ષની બાળકીનાં પેટમાં 10 ફૂટ જેટલો લાંબો સળિયો આરપાર થઇ ગયો હતો, જો કે સદનસીબે નવી સિવિલ હોસ્પિટલમાં તેને બચાવી લેવામાં આવી છે, શર્મીલા નામની બાળકી તેના પિતા સાથે બાંધકામ સાઇટ પર ગઇ હતી, ત્યારે બિલ્ડીંગના પહેલા માળેથી તે નીચે પટકાઇ હતી અને નીચે પડેલો એક લાંબો લોખંડનો સળિયો તેના પેટમાં આરપાર થઇ ગયો હતો, તેને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી
હોસ્પિટલમાં ડોક્ટરોએ બાળકીના પીઠનાં ભાગેથી 5 ફૂટનો સળિયો કાપી લીધો હતો, પેટના ભાગે રહેલા સળિયા સાથે તેની સારવાર કરવામાં આવી હતી અને સર્જરી બાદ બાળકીનો જીવ બચી ગયો છે, જેથી તેના પરિવારે ડોક્ટરોની ટીમ અને ભગવાનનો આભાર માન્યો હતો.