Not Set/ ICC World Cup INDvsAFG : શમીની અંતિમ ઓવરમાં હેટ્રીક, ટીમ ઈંન્ડિયાએ 11 રને મેળવી રોમાંચક જીત

આઈસીસી ક્રિકેટ વિશ્વકપ 2019ની 28મી મેચમાં ભારતે એક રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનને 11 રને હરાવી દીધુ છે. આ જીત સાથે જ વિશ્વકપ 2019માં ભારતની આ સતત ચોથી જીત છે. જો કે ન્યૂઝીલેન્ડ સામેની મેચ વરસાદનાં કારણે ધોવાઇ ગઇ હતી, જેના કારણે પાંચ મેચોમાં ભારતની આ ચોથી જીત બની છે. આપને જણાવી દઇએ કે, સાઉથેમ્પટનનાં રોજ બાઉલમાં […]

Top Stories Sports
india vs afghanistan 759 ICC World Cup INDvsAFG : શમીની અંતિમ ઓવરમાં હેટ્રીક, ટીમ ઈંન્ડિયાએ 11 રને મેળવી રોમાંચક જીત

આઈસીસી ક્રિકેટ વિશ્વકપ 2019ની 28મી મેચમાં ભારતે એક રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનને 11 રને હરાવી દીધુ છે. આ જીત સાથે જ વિશ્વકપ 2019માં ભારતની આ સતત ચોથી જીત છે. જો કે ન્યૂઝીલેન્ડ સામેની મેચ વરસાદનાં કારણે ધોવાઇ ગઇ હતી, જેના કારણે પાંચ મેચોમાં ભારતની આ ચોથી જીત બની છે. આપને જણાવી દઇએ કે, સાઉથેમ્પટનનાં રોજ બાઉલમાં રમાઇ ગયેલી મેચમાં ટીમ ઈંન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ જીતી પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈંન્ડિયા 50 ઓવરમાં 8 વિકેટનાં નુકસાને માત્ર 224 રન જ બનાવી શકી હતી.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

Shami collagejpg ICC World Cup INDvsAFG : શમીની અંતિમ ઓવરમાં હેટ્રીક, ટીમ ઈંન્ડિયાએ 11 રને મેળવી રોમાંચક જીત

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ માટે આ નાનો ટાર્ગેટ પણ ઘણો મુશ્કેલ બની ગયો હતો. પહેલા બોલિંગ કરતા અફઘાનિસ્તાનનાં ખેલાડીઓ રોજ બાઉલની પિચ કેવી છે તે સમજી ગયા હતા, તેમને અંદાજો હતો કે આ ટાર્ગેટ પણ તેમના માટે મુશ્કેલીથી ભરેલો રહેશે. જો કે અફઘાનિસ્તાનનાં ખેલાડીઓએ ટીમ ઈંન્ડિયા સામે જબરદસ્ત ફાઇટ આપી અને માત્ર 12 રનથી પાછળ રહી ગઇ. અફઘાનિસ્તાનને મેચ જીતવા માટે અંતિમ ઓવરમાં 16 રનોની જરૂર હતી. વિરાટ કોહલીએ 50મી ઓવરની જવાબદારી મોહમ્મદ શમીને આપી હતી.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

મોહમ્મદ શમીની સામે મોહમ્મદ નબી બેટિંગ કરી રહ્યો હતો. જે 48 રન બનાવીને રમી રહ્યો હતો. નબીએ શમીને પહેલા બોલ પર ચોક્કો લગાવી પોતાની ઇચ્છા દર્શાવી દીધી હતી. ત્યારબાદ શમીની બીજી બોલમાં નબીને એક પણ રન ન મળ્યો અને ત્રીજા બોલે મોહમ્મદ નબીને આઉટ કરી અફઘાનિસ્તાનની છેલ્લી આશા પણ ધોવાઇ ગઇ હતી. નબીની વિકેટ પડ્યા બાદ બેટિંગ કરવા માટે આવેલ આફતાબ આલમને પણ શમીએ ક્લીન બોલ્ડ કરી પાછો મેકલી દીધો હતો.

 

અફઘાનિસ્તાનનાં આફતાબની વિકેટ લીધા બાદ શમીની પાસે હેટ્રીક લેવાની તક હતી. આફતાબની વિકેટ પડ્યા બાદ 11માં નંબરે બેટિંગ કરવા આવેલ મુજીબ ઉર રહમાનને પણ શમીએ ક્લીન બોલ્ડ કરીને માત્ર ટીમ ઈંન્ડિયાને રોમાંચક જીત અપાઇ પણ વિશ્વકપ 2019ની પહેલી હેટ્રીક પણ પોતાના નામે કરી. આ ત્રણ વિકેટ પોતાના નામે કર્યા બાદ મોહમ્મદ શમી ભારતનાં બીજો અને વિશ્વનો 10મો બોલર બની ગયો છે. તે પહેલા ભારત માટે ચેતન શર્માએ 1987 વિશ્વકપમાં હેટ્રીક લીધી હતી. ચેતન શર્મા વિશ્વકપ ઈતિહાસમાં હેટ્રીક લેનાર પહેલા બોલર હતા. આ તેમના આંતરરાષ્ટ્રીય કેરિયરની પણ પહેલી હેટ્રીક છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.