Sela Tunnel/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી લાંબી ટુ લેન ટનલનું ઉદ્ઘાટન કર્યું

લશ્કરી દ્રષ્ટિએ આ ટનલ ઘણી ફાયદાકારક રહેશે. પહેલી ટનલ 980 મીટરની છે જ્યારે બીજી ટનલ 1555 મીટર લાંબી છે. આ ટ્વીન ટ્યુબ છે. ટનલના કારણે તવાંગથી ચીન સુધી પહોંચવાનો…..

Top Stories India
Beginners guide to 2024 03 09T145403.986 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી લાંબી ટુ લેન ટનલનું ઉદ્ઘાટન કર્યું

New Delhi News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરૂણાચલ પ્રદેશમાં વિશ્વની સૌથી લાંબી ટુ લેન ટનલ દેશને સમર્પિત કરી છે. પીએમ મોદીએ આ ટનલ બનાવવાનો પાયો 2019માં નાખ્યો હતો. આશરે 825 કરોડ રૂપિયાના ખર્ચે ટનલ બનાવવામાં ચાર વર્ષ લાગી ગયા છે. તેજપુર થી તવાંગની યાત્રા હવે એક કલાકમાં પૂરી કરી શકાશે.

Sela Tunnel Project: 2 tunnels, link road — All you need to know | What Is  News - The Indian Express

ટનલથી કોઈ પણ ઋતુમાં યાત્રા કરી શકાશે. સામાન્ય રીતે શિયાળામાં મોટા પ્રમાણમાં બરફ પડવાથી સેલા પાસ બંધ રહેતો હતો. સેલા પાસ ચીનથી ઘણો નજીક છે. આવા સમયે ભારતીય સેનાને પણ તકલીફ પડતી હોય છે. સુરક્ષા કારણોસર ટનલને ઊંચાઈ પર બનાવવામાં આવી છે. તેની ઊંચાઈ 13000 ફૂટ છે.

લશ્કરી દ્રષ્ટિએ આ ટનલ ઘણી ફાયદાકારક રહેશે. પહેલી ટનલ 980 મીટરની છે જ્યારે બીજી ટનલ 1555 મીટર લાંબી છે. આ ટ્વીન ટ્યુબ છે. ટનલના કારણે તવાંગથી ચીન સુધી પહોંચવાનો રસ્તો 10 કિમી ઓછો થઈ જશે. આ ઉપરાંત, અસામના તેજપુર અને તવાંગમાં સેનાના ચાર મુખ્ય સ્થળો વચ્ચેનું અંતર ઓછું થઈ જશે. સૈનિકોને હથિયારો મોકલવા માટેનો સમય ઘટી જશે.

Arunachal Pradesh: PM Modi 9 मार्च को सेला टनल का उद्घाटन करेंगे

આ ટનલ અરૂણાચલ પ્રદેશના કામેંગ જીલ્લામાં બનાવવામાં આવી છે. આપત્તિના સમયે એસ્કેપ ટનલ પણ બનાવાઈ છે. આ ટ્વીન ટનલ પશ્ચિમમાં આવેલા બે પર્વતમાળાથી થઈ નીકળે છે. 2019માં ટનલનો પાયો નંખાયો હતો પરંતુ કોવિડના કારણે ઉદ્ઘાટન કરવામાં મોડું થઈ ગયું હતું. 1962માં ચીન આ રસ્તે જ ભારતીય સેના પર આક્રમણ કર્યું હતું. તેવામાં આ ટનલનું ઉદ્ઘાટન ચીનને કડક સંદેશો આપે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ લક્ષ્ય દબાસને મોસ્ટ ઈમ્પેક્ટફુલ એગ્રી ક્રિએટર એવોર્ડ, રાજ્યપાલ દેવવ્રતને મળવાની ઈચ્છા વ્યક્ત કરી

આ પણ વાંચોઃ ખાલિસ્તાની નિજ્જરની હત્યા કેવી રીતે થઈ, વીડિયો સામે આવ્યો