Hardeep Singh Nijjar/ ખાલિસ્તાની નિજ્જરની હત્યા કેવી રીતે થઈ, વીડિયો સામે આવ્યો

વીડિયો સામે આવ્યો છે જેમાં પોતાની પીકઅપ ટ્રકમાં ગુરૂદ્વારાના પાર્કિંગ એરિયામાંથી બહાર નીકળતો જોઈ શકાય છે. હુમલાખોરો સેડાન કારમાં મુસાફરી કરી રહ્યા હતા, તેઓ બહાર….

Top Stories World Breaking News
Beginners guide to 2024 03 09T124621.885 ખાલિસ્તાની નિજ્જરની હત્યા કેવી રીતે થઈ, વીડિયો સામે આવ્યો

New Delhi News: ભારતના મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો એક કથિત વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બે વાહનો પાર્કિંગની જગ્યામાંથી બહાર નીકળતા જોવા મળે છે. પછી બે હુમલાખોરો નિજ્જરની કાર નજીક આવે છે અને ગોળી મારી દે છે.

નિજ્જરની જૂન 2023માં કેનેડામાં હતો ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો નિજ્જરના મોતના જવાબદાર ભારતને ગણાવ્યું હતું. હરદીપસિંહ નિજ્જરને 2020માં ભારતે આતંકવાદી જાહેર કર્યો હતો. બ્રિટિશ કોલંબિયાના સરે શહેરમાં ગુરૂદ્વારાની સામે 18 જૂને અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી.

નિજ્જરનો મર્ડર વીડિયો સામે આવ્યો છે જેમાં પોતાની પીકઅપ ટ્રકમાં ગુરૂદ્વારાના પાર્કિંગ એરિયામાંથી બહાર નીકળતો જોઈ શકાય છે. હુમલાખોરો સેડાન કારમાં મુસાફરી કરી રહ્યા હતા, તેઓ બહાર નીકળવાની નજીક નિજ્જરની કારને રોકે છે. તે વખતે જ બે લોકો નિજ્જરની કાર તરફ દોડતા આવે છે અને ગોળી મારીને ભાગી જાય છે.

નિજ્જર હત્યા કેસમાં બે સાક્ષીઓનું કહેવું છે કે તેઓ નજીકમાં ફૂટબોલ રમી રહ્યા હતા ત્યારે તેમને ગોળીબાર થયાનું સંભળાયું હતું. સ્થળ પર પહોંચીને હુમલાખોરોનો પીછો કરવાનો તેમને પ્રાસ કર્યો હતો, પરંતુ તેમનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. તેમણે નિજ્ઝરને બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ નિષ્ફળ રહ્યા.

રોયલ કેનેડા પોલીસે નિજ્ઝર હત્યા મુદ્દે 9 મહિના બાદ પણ શંકાસ્પદનું નામ જાહેર કર્યું નથી. કોઈની ધરપકડ કરવામાં આવી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ દારૂ પીવડાવી બહેનો ઉપર ગેંગરેપ ગુજારી વીડિયો ઉતાર્યો, પરિવારના ત્રણ જણાએ જીવન ટૂંકાવ્યા

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં ખાણમાફિયાઓ બેફામ, પુરાયેલી ખાણો ફરી ધમધમતાં બેનાં મોત

આ પણ વાંચોઃ Sports/ સનરાઈઝર્સ હૈદરાબાદની જર્સીમાં એવું ખાસ શું છે જેની ચારેબાજુ ચર્ચાઓ થઈ રહી છે…