Gandhinagar News આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગઇ કાલે સાંજે ગાંધીનગર ખાતે PMJAY-મા યોજનાની સમીક્ષા બેઠક યોજાઇ હતી. PMJAY-મા યોજના અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ્સ માટે કાર્ડિયોલોજી, ઓન્કોલોજી(કેન્સર) અને નિઓનેટલ (બાળરોગ) સારવારની પ્રોસીઝર માટેની નવીન SOP સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ હતી.
જેમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલના નિષ્ણાંત તબીબો રહ્યાં હાજર રહ્યા હતા. પૈસાની લાલચમાં ગેરરીતી આચરતા લોકો માટે નવીન SOP માં કોણપણ અવકાશ ન રહે તેનું સંપૂર્ણપણે ધ્યાન રખાયું છે , એમઆરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
