અમદાવાદ/ નકલી સ્ટુડન્ટ વિઝા પર વિદેશ મોકલવાનું કૌભાંડ

નકલી સ્ટુડન્ટ વિઝા : ગાંધીનગરના કન્સ્લટન્ટ સામે ગુનો દાખલ, તપાસમાં સીઆડીની 18 ટીમો જોતરાઈ

Gujarat Ahmedabad
YouTube Thumbnail 2024 03 13T125231.969 નકલી સ્ટુડન્ટ વિઝા પર વિદેશ મોકલવાનું કૌભાંડ

@નિકુંજ પટેલ

Ahmedabad News: સ્ટુડન્ટ વિઝા પર ગુજરાતના યુવકનો વિદેશ મોકલવાના કૌભાંડની તપાસ માટે સીઆઈડી ક્રાઈમની 18 ટીમોએ તપાસ હાથ ધરી છે. પોલીસે દસ્તાવેજો અંગે કરેલી તપાસમાં કુડાસણ સ્થિત એક કન્સલ્ટન્સીની પેઢી દ્વારા બે યુવકોને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે બન્ને પાસેથી ત્રણ-ત્રણ લાખ રૂપિયા લીધા હોવાનું બહાર આવ્યું છે. આ યુવકોને વિદેશ મોકલવા આંબાવાડીના કન્સલ્ટન્ટને બનાવટી દસ્તાવેજો બનાવી આપ્યાનું પણ ખૂલ્યું છે.

સીઆઈડી ક્રાઈમની તપાસમાં આંબાવાડીની કન્સ્લટન્ટને ત્યાંથી વિદેશમાં ગયેલા 3571 માંથી બે વિદ્યાર્થી માટે બનાવટી દસ્તાવેજો બનાવી આપનાર કુડાસણ સ્થિત ઉમિયા ઓવરસીસના વિશાલ પટેલ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરના લવારપુર શાતે રહેતો વિશાલ એમ.પટેલ કુડાસણમાં ઉમિયા ઓવરસીસ નામની વિઝા કન્સલ્ટન્સી ચલાવે છે. ફરિયાદ મુજબ વિશાલ પટેલે સચિન નામના એક યુવકને વિદેશ મોકલવા માટે ઉદયપુર યુનિવરિસ્ટીની સિવિલ એન્જીનીયરિંગની બનાવટી ડિગ્રીઓ, ધો.10 અને 12 ની માર્કશીટ, એસબીઆઈ બેન્કનો બનાવટી લોન સેંક્શન લેટર, મકાનનો બનાવટી વેલ્યુએશન રિપોર્ટ તથા નોટરીનું સ્પોન્સરશીપનું બનાવટી સોંગદનામુ બનાવ્યું હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસ ફરિયાદ મુજબ વિશાલ પટેલે બન્ને વિદ્યાર્થીઓના બનાવટી દસ્તાવેજો આંબાવાડીના નેપ્ચ્યુન એજ્યુકેશન કન્સલ્ટન્ટને મોકલી આપ્યા હતા. બન્ને વિદ્યાર્થીઓ હાલ ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે.

સીઆઈડી ક્રાઈમ દ્વારા અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં 18 જેટલા એજ્યુકેશનલ અને વિઝા કન્સલટન્ટને ત્યાં સર્ચ ઓપરેશન કર્યું હતું. જેમાં બે વિદ્યાર્થીઓ માટે આરોપી વિશાલ પટેલે પુરા પાડેલા દસ્તાવેજો બીજી વ્યક્તિઓના હતા અને નામમાં બદલાવ કરીને સ્ટુડન્ટ વિઝા માટે મોકલી આપ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 24 ઉમેદવારો જાહેર, જુઓ કોણ ક્યાંથી લડશે ચૂંટણી

આ પણ વાંચો:કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી તક

આ પણ વાંચો:ભારતીય જળસીમામાંથી પોણા પાંચસો કરોડનું ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો:ઘરકંકાસમાં માસૂમનો શું વાંક? પિતાએ જ કરી દીકરાની હત્યા