Gandhinagar/ સરકારના નિર્ણયનો વાલીઓએ કર્યો વિરોધ, કમલમ ખાતે કરી આવી રજૂઆત

સરકારના નિર્ણયનો વાલીઓએ કર્યો વિરોધ, કમલમ ખાતે કરી આવી રજૂઆત

Top Stories Gujarat Others
ss1 8 સરકારના નિર્ણયનો વાલીઓએ કર્યો વિરોધ, કમલમ ખાતે કરી આવી રજૂઆત

કોરોનાના કહેર વચ્ચે ગત માર્ચ મહિનાથી વિદ્યાર્થીઓ વિના  સુના પડેલા શાળા સંકુલમાં આગામી 11 જાન્યુઆરીએ ધો.10-12નાં વર્ગો શરૂ કરવા અગે આજ રોજ મળેલી કેબીનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના  આ નિર્ણયનો વાલીઓએ વિરોધ  છે.

અને વાળી મંડળના પ્રતિનિધીએ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે  સી.આર.પાટીલને આ અંગે  રજૂઆત કરી છે. ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસો.એ  ભાજપ પ્રદેશ  પ્રમુખ સી અર પાટીલને  મળીને આ અંગે રજૂઆત કરી છે. ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસો, ગુજરાત ના પ્રમુખ કમલ રાવલ એ જણાવ્યું છે કે, વેક્સીનના સફળ પરીક્ષણ બાદ જ  સ્કૂલ ખોલવા રજૂઆત કરી છે.

ss1 6 સરકારના નિર્ણયનો વાલીઓએ કર્યો વિરોધ, કમલમ ખાતે કરી આવી રજૂઆત

નોધનીય છે કે આજ રોજ ગાંધીનગરમાં કેબિનેટની બેઠકમાં શાળા ખોલવા અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી  11 જાન્યુઆરીથી ધો.10-12નાં વર્ગો શરૂ કરાશે. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ જાહેરાત કરી છે. PG, UG, છેલ્લાં વર્ષનું શિક્ષણકાર્ય પણ શરૂ કરાશે. ગુજરાત રાજ્યનાં તમામ બોર્ડને આ નિયમ લાગૂ પડશે. અને આ અંગે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે.

કેન્દ્ર સરકાર ની sop નો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. બધી સંસ્થાઓ ને sop મોકલી આપી છે. સંચાલકો અને અધિકારીઓ એ શાળામાં થર્મલ ગન, સેનેટાઈઝ  કરવાનું રહેશે. બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સ પાલન કરવાનું રહેશે. આ બધામાં સૌથી મહત્વ પૂર્ણ માતા પિતા અને વાલીઓની મંજૂરી મેળવવાની રહેશે. ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. વિદ્યાર્થીઓ શાળા એ આવે ત્યારે માસ્ક ફરજીયાત રહેશે.  આ તમામ નિયમોનું ચુસ્ત પાલન કરાવવાની જવાબદારી સંચાલકો, આચાર્ય વગેરે ની રહેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…