Surendranagar/ લિયાદ ગામે રાત્રી દરમિયાન વીજ તંત્ર ત્રાટકિયું, લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજળી ચોરીના બનાવો દિનપ્રતિદિન વધતા જઈ રહ્યા છે જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ચોરીના બનાવો વધુ બનતા હોય છે

Gujarat Others
a 141 લિયાદ ગામે રાત્રી દરમિયાન વીજ તંત્ર ત્રાટકિયું, લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ

@સચીન પીઠવા,મંતવ્ય ન્યુઝ  -સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજળી ચોરીના બનાવો દિનપ્રતિદિન વધતા જઈ રહ્યા છે જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ચોરીના બનાવો વધુ બનતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના લીયાદ ગામે મોડી રાત્રે ચુડા પીજીવીસીએલની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને ગામમાં પ્રવેશ મેળવતાની સાથે જ લીયાદ ગામની સીમમાં વીજળી ચોરી થતી હોવાની આશંકા ઉભી થતા ચુડા પીજીવીસીએલની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના લીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે ઇલેક્ટ્રિક મશીન મૂકી અને પાણી મેળવતાં ખેડૂતો ની મોટરો અને મશીનો પીજીવીસીએલની ટીમ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે આ ઇલેક્ટ્રીક મશીનમાં સીધી સરકારી વીજ લાઈનોમાં જોડાણ આપી અને ખેડૂતો દ્વારા વીજળી ચોરી કરાતી હોવાનું ખુલવા પામ્યું હતું ત્યારે મોડી રાત્રે અચાનક પીજીવીસીએલની ટીમ દ્વારા લીયાદ ગામ માં ચેકિંગ હાથ ધરવામાં આવતા ગામમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

a 140 લિયાદ ગામે રાત્રી દરમિયાન વીજ તંત્ર ત્રાટકિયું, લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ

લિયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ઉપર સૌપ્રથમ ચુડા પીજીવીસીએલની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતો દ્વારા ઇલેક્ટ્રીક મશીનમા કે જે ખેતીલક્ષી પાણી ખેંચવા માટે ઉપયોગમાં કરવામાં આવતા તે મશીન ઇલેક્ટ્રિક જોડાણ સિધુ સરકાર ઈલેક્ટ્રીક લાઈનમાં આપવામાં આવ્યું હોવાનું બહાર આવવા પામ્યું હતું ત્યારે તાત્કાલિક ધોરણે પીજીવીસીએલની ટીમ દ્વારા આ ચેકિંગ દરમિયાન વીજ ચોરી કરતા ઈલેક્ટ્રીક મશીનો અને સામગ્રી કબજે મેળવી લીધી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના લીયાદ ગામેથી ચુડા પીજીવીસીએલની ટીમ દ્વારા ચોરી કરતાં ઈલેક્ટ્રીક મશીનો સહિત છ લાખનો મુદ્દામાલ અને વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે ત્યારે હાલમાં આ તમામ મુદ્દામાલ કબજે લેવાની કામગીરી ચુડા પીજીવીસીએલની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે. લીયાદ ગામ માં વીજચોરી થતી હોવાની જાણકારી ભાવનગરની પીજીવીસીએલની ટીમ દ્વારા આપવામાં આવી ત્યારબાદ ચુડા પીજીવીસીએલની ટીમ સફાળી જાગી અને રાતોરાત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.

a 142 લિયાદ ગામે રાત્રી દરમિયાન વીજ તંત્ર ત્રાટકિયું, લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ

હાલમાં શિયાળાનો પ્રારંભ થઇ ચૂકયો છે  ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઠંડી નો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવી રહ્યું છે ત્યારે આ પાકના પિયત માટે નર્મદાની કેનાલ માથે મશીનો મૂકી અને પાણી પિયત માટે મેળવવામાં આવી રહ્યું છે તે સમયે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામના લીયાદ ગામ ના ખેડૂતો દ્વારા પણ શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અને પિયત માટે ત્યાંથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી ઇલેક્ટ્રીક મશીન અને ડીઝલ મશીન થી પાણી નર્મદાની કેનાલમાંથી મેળવવામાં આવી રહ્યું છે.

તે સમયે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના લીયાદ ગામ માં ખેડૂતો દ્વારા ઇલેક્ટ્રીક મશીન મારફતે નર્મદાની કેનાલમાંથી પાણી ખેંચવામાં સરકારી લાઈનમાં સીધું જોડાણ કરતું હોવાની રાવ ફરિયાદ ભાવનગર પીજીવીસીએલ ડીવીઝનમાં પહોંચી હતી ત્યારે ભાવનગર પીજીવીસીએલ ડિવીઝન દ્વારા તાત્કાલિક ધોરણે આ બાબતની જાણ ચુડા પીજીવીસીએલ કચેરીના અધિકારીઓને કરવામાં આવી હતી.

આ બાબતે તાત્કાલિક ધોરણે ચુડા પીજીવીસીએલની ટીમ સફાળી જાગી ઊઠી અને રાતોરાત લીયાદ ગામ માં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ઇલેક્ટ્રિક મશીન માં સરકારી લાઈન માંથી વીજળી મેળવી અને ખેડૂતો દ્વારા પાણી ખેંચવામાં આવતું હોવાનું બહાર આવવા પામ્યું હતું. ત્યારે ચુડા પીજીવીસીએલની ટીમ દ્વારા નર્મદાની કેનાલ ઉપર જ ચેકિંગ હાથ ધરતા છ લાખની વીજચોરી ઝડપાઈ છે.

a 143 લિયાદ ગામે રાત્રી દરમિયાન વીજ તંત્ર ત્રાટકિયું, લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ

પાણી ચોરી કરતા ઇલેક્ટ્રિક મશીન નો પીજીવીસીએલની ટીમ દ્વારા કબજે ન લેવામાં આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા.

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના લીયાદ ગામે છ લાખ ની વીજળી ચોરી ગતરાત્રે ઝડપાઈ છે જેમાં ખાસ કરીને ખેડૂતો દ્વારા ઇલેક્ટ્રિક મશીન અને સીધું જોડાણ આપી અને વીજળી મેળવી અને પિયત માટેનું પાણી મેળવવામાં આવતું હતું તે સમયે વીજ તંત્ર સફાળું જાગી અને લીયાદ ગામ માં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ચુડા પીજીવીસીએલની ટીમ દ્વારા ૬ લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે ત્યારે વપરાયેલા સાધનો કબજે મેળવતા સમયે પીજીવીસીએલની ટીમ દ્વારા પાણી ચોરી કરતા ઈલેક્ટ્રીક મશીનોને કબજે ન લેવામાં આવતા અનેક તર્ક વિતર્કો હાલમાં આજુબાજુના ગામમાં થવા લાગ્યા છે.

ત્યારે અચાનક ચુડા પીજીવીસીએલની ટીમ દ્વારા વીજ ચોરી ઉપર દરોડા પાડવામાં આવતા લીયાદ ગામ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

લિયાદ ગામે રાત્રી દરમિયાન વીજ તંત્ર ટાટકિયું, લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ

રામોલમાં અસામાજીક તત્વોનો ફરી આતંક, જુઓ વિડિયો

આત્મીય હોસ્પિટલ કરાઈ સીલ, કોરોના પ્રોટોકોલનું પાલન ન કરવા પર કાર્યવાહી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…